ધોરાજીના લક્ષ્મણભાઈ ઠેસીયાનું અવસાન: ચક્ષુદાન કરાયુ

Local | Dhoraji | 10 February, 2024 | 10:39 AM
માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 228મું ચક્ષુદાન
સાંજ સમાચાર

ધોરાજી તા.10
ધોરાજીના ભાકુભાજીપરા પાસે રહેતા લક્ષ્મણભાઈ લાલજીભાઈ ઠેસીયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પીટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. મિહિર કાનાણી અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર, નીતીન સાગઠીયા સહીતનાઓએ પોતાની માનદ સેવાઓ બજાવી હતી.

આ તકે પરિવાર ભરતભાઈ ઠેસીયા, વિપુલભાઈ ઠેસીયા, હરકીશન માવાણી, હરેશભાઈ ઠેસીયા, મુન્નાભાઈ ઠેસીયા, રુચીતભાઈ ઠેસીયા, ભાર્ગવભાઈ ઠેસીયા, વિરેજા ઠેસીયા, મનસુખભાઈ ઠેસીયા, રાજેશભાઈ ઠેસીયા, સંજયભાઈ જાગાણી અને પરિવારના બહેનો હાજર રહેલ હતા.

આ તકે માન બિલ્ડરના સેવાભાવી વિપુલભાઈ ઠેસીયાને માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલની સેવાઓને બીરદાવી હતી. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ સ્વ. લક્ષ્મણભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા.

માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને 228મું ચક્ષુદાન મળેલ છે. ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન કરવા માટે મો.નં. 98987 01074/98987 15575 અને સરકારી હોસ્પીટલના ફોન નં.02824-220139 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj