રૂપાલાને હરાવી લોકતાંત્રિક રીતે રાજપુત સમાજ સજા આપે: જામસાહેબ

Gujarat | Jamnagar | 10 April, 2024 | 02:55 PM
કેન્દ્રિય મંત્રી રૂપાલાના વિવાદિત નિવેદન અંગે ક્ષત્રિય સમાજના વિરોધને જામનગરના પૂર્વ રાજવીનું સમર્થન: રાજપૂત સમાજ એકતા બતાવી અયોગ્ય વાત કરનારને ચૂંટણીમાં હરાવી લોકશાહી ઢબે સજા આપે: આ કિસ્સામાં ‘જોહર’ સંપૂર્ણ અયોગ્ય: વિરોધ દર્શાવવાની રાજપૂત મહિલાઓની હિંમતને બિરદાવી: રાજપૂત સમાજે એકતા બતાવી સાબિત કરવું જોઇએ કે રાજપૂતો હજુ ભારતમાં છે
સાંજ સમાચાર

જામનગર તા.10:
ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રિય મંત્રી રૂપાલાના ક્ષત્રિય સમાજ વિષેના વિવાદિત નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગ પ્રસરી છે અને આંદોલન વેગ પકડી રહ્યું છે. જામનગરના જામસાહેબે પણ ક્ષત્રિય સમાજનું સમર્થન કરી લોકશાહી ઢબે સજા આપવા રૂપાલાને ચૂંટણીમાં હરાવવા મંવ્ય આપ્યું છે.

એક અખબારી નિવેદનમાં જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ આ વિષય અંગે પ્રતિક્રિયા જાહેર કરી છે. તેમણે જણાવ્યું છેે કે, આ બારામાં હજુ સુધી કંઇ વધુ પડતું નથી બન્યું તે સારી વાત છેે. કોઇ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ અયોગ્ય વાત કરવાનો ગુન્હો કરે તેને સજા થવી જોઇએ.

જે બહેનોએ વિરોધ કરવાની હિમંત દર્શાવી તેને મારા ધન્યવાદ છે પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેથી હું ટીકા કરૂં છું. કારણ કે ‘જોહર’નો પ્રશ્ર્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો જ નથી.

હાલમાં દેશમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતાં તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે સાથે એકતા પણ હતી. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતાં. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રાજપૂતો નહીં જેવી બાતોમાં એકબીજાને મારવા તૈયાર થઇ બેસે છે.
હવે એ સમય આવી ગયો છે કે, આજના લોકશાહીના સમયમાં ગેરવાજબી રીતે નહીં પરંતુ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે.

રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પરંતુ એકતા બતાવી દેવાની છે અને જણાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે. આથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઇ આવું કૃત્ય કરે કે જે આપણને (રાજપૂત સમાજને) ન પોસાય ત્યારે ભેગા મળી તેને ચૂંટણીમાં હરાવો તેવી વાત કહી જામસાહેબે રાજપૂત સમાજને અપીલ કરી છે કે લોકશક્તિએ ભેગા મળીને લોકશાહીને અનુરૂપ સજા આપેલી ગણાય.

આમ હાલાર પંથકમાં રાજપૂત સમાજ દ્વારા કેન્દ્રિય મંત્રી રૂપાલાના વિરોધમાં થઇ રહેલાં આંદોલનાત્મક વિરોધ દરમિયાન જામસાહેબના આ નિવેદનથી ભારે ચકચાર જગાવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj