રાજસ્થાન રોયલ્સને અરૂણ જેટલી સ્ટેડિયમમાં સુપર ઓવરમાં માત આપીને દિલ્હી કેપિટસે બુધવારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સીઝનની પહેલી જીત નોંધાવી હતી.
114.ની આ પંદરમી અને 2021ની સીઝન બાદ પહેલવહેલી સુપર ઓવર હતી. આ રોમાંચક સુપર ઑવર સાથે દિલ્હીએ IPL ઈતિહાસમાં સૌથી વધુ સુપર ઓવર રમવાનો અને જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
દિલ્હીએ હમણાં સુધી સૌથી વધુ પાંચ સુપર ઓવર રમી છે અને સૌથી વધુ ચાર જીતવાનો રેકોર્ડ કર્યો છે. 2013માં પહેલી સુપર ઓવરમાં એને રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરૂ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ 2019માં કોલકાતા નાઈટ રાઇડર્સ, 2020માં પંજાબ કિંગ્સ, 2021માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને હવે 2025માં રાજસ્થાન રોયલ્સ સામે સુપર ઓવરમાં દિલ્હીએ સળંગ જીત નોંધાવી છે.
સૌથી ઓછી એક-એક સુપર ઓવર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સની ટીમે રમી હતી, પરંતુ તેઓ ક્યારેય સુપર ઓવર જીતી શક્યા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy