દિલ્હીએ જીતનું ખાતું ખોલ્યું, CSK સામે 20 રનથી જીત : કેપ્ટન પંતની કમબેક ફિફટી, ધોનીએ 16 બોલમાં 37 રન ફટકાર્યા; વોર્નરની 62મી IPL હાલ્ફ સેંચ્યુરી

India, Sports | 01 April, 2024 | 11:01 AM
સાંજ સમાચાર

દિલ્હી: દિલ્હી કેપિટલ્સ (DC)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 13મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 20 રનથી હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રવિવારે રમાયેલી બીજી મેચમાં દિલ્હીએ 20 ઓવરમાં 191 રન બનાવ્યા હતા. 192 રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી હતી. 

ચેન્નઈ તરફથી અજિંક્ય રહાણેએ 30 બોલમાં 45 રન બનાવ્યા હતા જ્યારે એમએસ ધોનીએ 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. દિલ્હી તરફથી મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદને પણ બે સફળતા મળી.

DC તરફથી કેપ્ટન રિષભ પંતે 32 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ડેવિડ વોર્નરે (52 રન) તેની IPL કારકિર્દીની 62મી ફિફ્ટી ફટકારી હતી. પૃથ્વી શોએ 27 બોલમાં 43 રન બનાવ્યા હતા. CSK તરફથી મથિશ પથિરાનાને 3 વિકેટ મળી હતી.

ધોનીએ છેલ્લી ઓવરમાં ચાર બાઉન્ડરી ફટકારી :
છેલ્લી ઓવર ફેંકવા આવેલા એનરિક નોર્કિયાની ઓવરમાં એમએસ ધોનીએ ચાર બાઉન્ડરી ફટકારી હતી. જેમાં 2 સિક્સર અને 2 ફોરનો સમાવેશ થાય છે. આ ઓવરમાં 20 રન થયા હતા, પરંતુ ચેન્નઈ 20 રને મેચ હારી ગઈ હતી.

વોર્નર IPLમાં સૌથી વધુ 50+ રનનો સ્કોર બનાવનાર પ્લેયર :
ડેવિડ વોર્નર IPLમાં સૌથી વધુ 50+ સ્કોર ધરાવતો બેટર બન્યો. તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. તેની 62 મી ફિફ્ટી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj