નવી દિલ્હી: IPL 2025ની 48મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. છેલ્લી સીઝનની બન્ને મેચમાં કલકત્તાએ દિલ્હીને માત આપી હતી.
અરુણ જેટલી સ્ટેડિયમમાં બન્ને ટીમનો રેકોર્ડ બરાબરીનો રહ્યો છે. બન્ને ટીમ આ મેદાન પર 11 વખત ટકરાઈ છે. જેમાં પાંચ-પાંચ મેચ જીતી છે, જ્યારે એક મેચ નો રિઝલ્ટ રહી હતી. 2017 બાદ રમાયેલી ત્રણેય મેચમાં હોમ ટીમે કલકત્તા સામે બાજી મારી છે.
સીઝનની શરૂઆતથી દબદબો બનાવનારી દિલ્હીની ટીમને છેલ્લી પાંચ મેચમાં જ પોતાની ત્રણેય હાર મળી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કલકત્તા છેલ્લી ત્રણ મેચ જીતી શક્યું નથી જેમાં બે હાર અને એક મેચ વરસાદને કારણે નો રિઝલ્ટ રહી હતા.
પ્લેઑફમાં એન્ટ્રી કરવા માટેના 16 પોઇન્ટ પ્રાપ્ત કરવા દિલ્હીને પાંચમાંથી બે મેચમાં અને કલકત્તાને આગામી પાંચેય મેચમાં જીતની જરૂર છે. એક પણ હારથી કલકત્તાની ટોપ-ફોરમાં રહેવાની આશાને નુકસાન પહોંચી શકે છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
કુલ મેચ 34
KKR ની જીત 18
DC ની જીત 15
નો રિઝલ્ટ 1
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy