(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. 19
તાજેતરમાં કેન્દ્રીય પરીવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે 60 કિ.મી.નાં અંતરમાં બે ટોલનાકા હોય તો તે ગેરકાયદેસર છે. પરંતુ પરીવહન મંત્રીની ઐસીતૈસી કરી 60 કિ.મી.અંતરમાં રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ભરૂડી અને પીઠડીયા ટોલનાકા વરસોથી ધમધમી રહ્યા છે. અનેક રજુઆતો છતા તંત્ર ચુપ બેઠુછે.ત્યારે ગોંડલનાં એડવોકેટ ધ્રુવકુમાર કાછડીયાએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બે પૈકી એક ટોલનાકુ બંધ કરવા અને હાલ સિક્સ લેનનું કામ ચાલુ હોય વાહનો પાસેથી ઉઘરાવાતો ટોલટેક્સ સ્થગિત કરવા જણાવ્યુ છે. અન્યથા તા.25 થી ઉપવાસ આંદોલનની ચીમકી અપાઇ છે.
ધ્રુવકુમાર કાછડીયાએ આવેદનપત્ર પત્ર માં જણાવ્યુ કે હાઇવે પર 60 કિલોમીટર નાં અંતર નાં બે ટોલનાકા હોવા તે ગેરકાયદેસર છે. ત્યારે ભરૂડી તથા પીઠડીયા ટોલનાકા 60 કિ.મી.અંદર આવતા હોવા છતા વાહનચાલકો પાસે તગડો ટોલટેક્સ ઉઘરાવાઇ રહ્યો છે.વરસોથી વાહનચાલકો લુંટાઇ રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા નથી.
અને બન્ને ટોલનાકા ગેરકાયદેસર ધમધમી રહ્યાછે.વધુમાં હાલ નેશનલ હાઇવે પર સિક્સલેન નું કામ ચાલી રહ્યુ છે. જેને કારણે ટ્રાફિક જામ સહિત અનેક અગવડતાઓ વાહનચાલકો ભોગવી રહ્યાછે.તો કામ પુરુ ના થાય ત્યાંસુધી ટોલ માફ કરવા જણાવાયું છે.
અન્યથા તા.25 થી નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પાસે આવેલી ગોકુલ વાટીકાનાં ગેઇટ પર સવારથી સાંજ સુધી બે મુદતી ઉપવાસ આંદોલનની ધ્રુવકુમાર કાછડીયાએ ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય કે ભરુડી ટોલ નાકા પર લોકલ પાસનાં રૂ.25 લેવામાં આવી રહ્યાછે. ગોંડલનાં વિવિધ વિસ્તારોનાં અલગ અલગ ભાવ નક્કી કરાયા છે. કોઇ વિસ્તાર નાં 10 તો કોઇ વિસ્તારનાં 25 રૂ.લેવાયછે. ભરૂડી ટોલનાકાથી ગોંડલ 15 કિલોમીટર દુર હોવા છતા મનઘડત ટોલટેક્સ ઉઘરાવાઇ રહ્યો હોય ગોંડલ ની પ્રજા માં કચવાટ ફેલાઈ રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy