ડિમોલીશનનો દૌર યથાવત: મવડી વિસ્તારમાં રેવન્યુ તંત્રએ 21 કરોડની જમીન ખુલ્લી કરાવી

Local | Rajkot | 22 May, 2024 | 03:51 PM
♦ જિલ્લા કલેક્ટરની સુચના મુજબ દક્ષિણ મામલતદાર કાકડીયા અને તેની ટીમે મવડી સર્વે નં.194 પૈકીની ત્રણ ચો.મી. જમીનમાં ખડકાઇ ગયેલા દબાણો હટાવ્યા: રૂા.21 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
સાંજ સમાચાર

રાજકોટ, તા.22
તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શહેર અને જિલ્લાના દરેક મામલતદારોને સરકારી જમીનો ઉપર લાંબા સમયથી ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે કડક સુચના આપવામાં આવેલ છે. આ સુચનાના પગલે રાજકોટ જિલ્લામાં હવે ડીમોલીશનનો દોર શરુ થયોે છે. ગઇકાલે લોધીકા તાલુકા મામલતદાર દ્વારા કરોડો રૂપિયાની કિંમતી જમીન ઉપર ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી દીધા હતા. 

દરમ્યાન આજરોજ જિલ્લા કલેક્ટરની સુચના મુજબ રાજકોટના દક્ષિણ મામલતદાર કાકડીયા અને તેની ટીમ દ્વારા મવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ દક્ષિણ મામલતદાર કાકડીયા અને તેની ટીમે જિલ્લા કલેક્ટરના આદેશના પગલે આજરોજ આ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ મવડીના સર્વે નં. 194 પૈકીની જમીન સરકારી જમીનમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખડકાઇ ગયેલા 6 કોમર્શીયલ દબાણો અને એક ભંગારનો ડેલો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મવડી સર્વે નં. 194 પૈકીમાં આવેલી 3 હજાર ચો.મી. જમીન ઉપર આ દબાણો ઉભા થઇ ગયા હતા અને આ દબાણો આજરોજ હટાવી મામલતદાર તંત્રએ રૂા.21 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી દીધી હતી. નોંધનીય બાબત એ છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં હવે આવા સરકારી જમીનો ઉપરના દબાણો હટાવવાની કાર્યવાહી યથાવત રહેનાર છે.

દબાણો હટાવવા કોઠારીયા, વાવડી, ઘંટેશ્વર વિસ્તારમાં 50 નોટીસો ફટકારતા રાજકોટ તાલુકા મામલતદાર
તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના દરેક મામલતદારોને સરકારી જમીનો ઉપરના દબાણોનો તાત્કાલીક સર્વે કરી અને દબાણો અંગેની નોટીસો ફટકારી નિયત સમયમાં સ્વૈચ્છીક રીતે દબાણો નહીં હટાવનાર દબાણ કર્તાઓએ ખડકી દીધેલા ગેરકાયદેસર દબાણો હટાવી દેવા માટે સુચના આપવામાં આવી છે. 

આ સુચનાના પગલે ચાલુ સપ્તાહમાં જ રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં દબાણો અંગેનો સર્વે હાથ ધરવામાં આવેલ હતો. આ સર્વે હવે પૂર્ણ થતાં રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા કોઠારીયા, વાવડી અને ઘંટેશ્વર વિસ્તારમાં 50 જેટલા દબાણ કર્તાઓને દબાણ હટાવવા માટેની નોટીસો ફટકારવામાં આવી હોવાનું તાલુકા મામલતદાર કચેરીના સુત્રોમાંથી જાણવા મળેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj