વડોદરા, 16 જાન્યુઆરી: વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે રોડ સાઈડમાં પડેલી એક કારમાં નશો કરેલી હાલતમાં નાયબ મામલતદાર મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા અકોટા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરી દારૂડીયા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં એક તરફ લોકો ઉતરાયણની ઉજવણી કરી રહ્યા હતા. તો બીજી તરફ ડેપ્યુટી મામલતદાર નશો કરેલી હાલતમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરે નશો કરેલી હાલતમાં ગાડી હંકારીને જેતલપુર બ્રિજ પાસે રોડ સાઈડમાં કાર અથડાયા પછી ગાડી ફસાઈ ગઈ હતી ત્યારબાદ પીધેલી હાલતમાં કારચાલક ગાડીમાં જ બેભાન અવસ્થામાં પડી રહ્યો હતો.
આ બનાવ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા અકોટા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નાયબ મામલતદાર નરેશ વણકરની ધરપકડ કરી હતી. પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો વડોદરા જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય લેવાયો હતો.
પોલીસે ગાડીની તપાસ કરી હતી પરંતુ દારૂની કોઈ બોટલ મળી ન હતી પરંતુ તેની ગાડીમાંથી ડેપ્યુટી મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના નામની પ્લેટ મળી આવી હતી ત્યારબાદ તેને ભાન આવતા પોલીસ તેને જીપમાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે પાદરા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy