જુનાગઢ, તા. 19
જુનાગઢ મહાપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં પ્રજાનો રોષને કારણે કંગાળ મતદાન થતા પરિણામ અંગે અનેક અટકળો વચ્ચે પરિણામ જાહેર થતા જનતાએ મનપામાં ભાજપને સુકાન સોંપતો ચુકાદો આપ્યો છે. 60માંથી ભાજપને 48 બેઠકો, કોંગ્રેસને 11 તથા એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે. દસ વોર્ડમાં ભાજપની પેનલ, બે વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. જયારે ત્રણ વોર્ડમાં ખંડિત પરિણામ આવ્યા છે.
મહાપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોની ચુંટણીમાં વિજયથી વોર્ડ નં. 3 અને 14માં હરીફ ઉમેદવારો હટી જતા આઠ બેઠકો ભાજપએ બિનહરીફ ખાતુ ખોલાવ્યું હતું. જયારે બાવન બેઠકની ચૂંટણી યોજાઇ હતી. તેમાં ભાજપના 51, કોંગ્રેસના 4 તથા અન્ય પક્ષો તથા અપક્ષો મળી 165 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.
ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો, અપક્ષો દ્વારા જહેમત ઉઠાવી હતી. પણ નિરસ માહોલ વચ્ચે માત્ર 44.32 ટકા મતદાન થયું હતું. નબળા મતદાનથી ઉમેદવારો અને રાજકીય પક્ષોના આગેવાનો દ્વિધામાં મુકાયા હતા. છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરાયા હતા.
વોર્ડ નં.9
જુનાગઢ મહાપાલિકાના 13 વોર્ડની ચૂંટણી થયેલ તેમાં ભાજપની આઠ વોર્ડમાં પેનલ વિજેતા થઇ છે. જયારે વોર્ડ નં.9માં ભાજપ ત્રણ ઉમેદવારો વ્જિેતા થયા અને પૂર્વ ડે.મેયર ગીરીશભાઇ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય ચોંકાવનારો છે.
વિજેતા ઉમેદવાર આકાશ કટારાને 34પપ મત મળ્યા જયારે પેનલના ઉમેદવાર પાર્થ કોટેચાને 2495 મત મળ્યા છે. આ બંને પેનલના પુરૂષ ઉમેદવારો વચ્ચે 960 મતોનો તફાવત જ ક્રોસ વોટીંગની ચાડી ખાઇ છે. આ વોર્ડમાં પેનલ ખંડિત થાય તે માટે ભાજપનો જુથવાદ કારણભુત મનાય છે.
આ અંગે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ પુનિત ર્માએ પ્રતિક્રિયામાં જણાવેલ કે ચૂંટણીમાં અપસેટ સામાન્ય છે. સોમનાથમાં કોંગી ધારાસભ્ય સુધરાઇ ચૂંટણીમાં હાર મળી છે. જનાદેશ અમો સ્વીકારીએ છીએ.
કોંગ્રેસ પ્રમુખ
જુનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.11માં ચૂંટણી લડી રહેલા જુનાગઢ શહેર કોંગ્રે સ પ્રમુખ મનોજ ભીખાભાઇ જોશીની હાર થઇ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસએ વર્ષ 2019ની ચૂંટણી કરતા આ ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો છે. દસ બેઠકો વધી પણ શહેર કોંગ્રેસ પ્રમુખનો પરાજયએ અપસેટ સજર્યો છે.
પરિણામોની ઉતેજના વચ્ચે સવારે કૃષિ ઇજનેરી કોલેજમાં કડક બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાઇ હતી. પ્રારંભથી ભાજપ તરફ વલણ બહાર આવ્યું હતું. વોર્ડ નં.1માં ભાજપના જીજ્ઞાસાબેન રાજેશ ગુજરાતી (4742 મત) નિલેશ વનસીભાઇ પીઠીયા (5116 મત) રેખાબેન વિનુભાઇ સોલંકી (3934 મત) અને સુભાષ વિનુ રાદડીયા (4021) મત મેળવી વિજેતા થયા હતા. જયારે પૂર્વ મેયરના પત્ની પ્રજ્ઞાબેન વિરડા સહિત કોંગ્રેસની પેનલનો પરાજય થયો હતો.
વોર્ડ નં.2માં ભાજપની પેનલના અંકિત ડાયા માવદિયા (6230), જાગૃતિ હિતેન વાળા (5622) લીરીબેન કિરીટ ભીંભા (5892) શાહબાર અયુબ બ્લોચ (5026) મત મેળવી વિજેતા થયા હતા. જયારે વોર્ડ નં.4માં ભાજપના ત્રણ ઉમેદવારો ચેતન હરસુખ ગજેરા (2241) ધર્મેશ પેઢશીયા (2861) અને પ્રફુલાબેન હરસુખ ખેરાળા (2367) તેમજ કોંગ્રેસના મંજુલાબેન પણસાણા(3099) મત મેળવી વિજેતા થયા હતા આ વોર્ડમાં ભાજપની પેનલ ખંડિત થઇ હતી.
વોર્ડ નં.5માં ભાજપની પેનલ વિજેતા થઇ હતી તેમાં રાણીબેન લીલા પરમાર (4937) વિનીસ નિતીન હદવાણી (પ436) સોનલબેન રાજેશ પનારા (પ16ર) અને સંજય મનસુખ ધોરાજીયા (4653) મતો મેળવી વિજેતા થયા હતા. વોર્ડ નં.6માં ભાજપના કુસુમબેન પ્રવિણ અકબરી (3183) પ્રવિણ તેજા ઘેલા (3430) તેમજ કોંગ્રેસના લલીત વિઠ્ઠલભાઇ પણસાણા (3375) અને જશવંતીબેન દિનેશ કેશવાલા (3139) મેળવી વિજેતા થયા હતા. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંને પેનલો જીતાડવામાં નિષ્ફળ રહ્યા હતા.
વોર્ડ નં.7માં ભાજપની પેનલ વિજેતા થઇ છે તેમાં જયેશ રાઠોડ બોઘરા (4400) ભાવનાબેન ચેતન વ્યાસ (4261) વંદના મનોજ જોશી (4086) અને સંજય જમનાદાસ મણવર (4071) મત મેળવી વિજેતા થયા છે. જયારે વોર્ડ નં.8માં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. તેમાં અહેમાન અલારખા પંજા (7105) શાહિલ સિદીકોતલ (6269) શહેનાઝબેન કાદરી (6388) અને સેનીલાબેન અશરફ થઇમ (5894) મતોથી જીત્યા હતા.
વોર્ડ નં.9માં ભાજપના ત્રણ ઉમેદવારો વિજેતા થયા છે. તેમાં આકાશ કરમણ કટારા (3435) ગીતાબેન મોહન પરમાર (2625) ચેતનાબેન નરેશ ચુડાસમા (2503) મત મેળવી વિજેતા થયા છે. જયારે કોંગ્રેસ, બસપા અને આમ આદમી પાર્ટીનો સફાયો કરી અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઇ ભારાઇ (4431) મત મેળવી વિજેતા થયા હતા. આ વોર્ડમાં ભાજપની પેનલ ખંડિત થઇ છે.
વોર્ડ નં.10માં ભાજપની પેનલ વિજેતા થઇ છે તેમાં ચંદ્રિકાબેન જીવનભાઇ રાખશીયા (3046) પરાગ જયેન્દ્ર રાઠોડ (2696) પલ્લવી શ્રેયસભાઇ ઠાકર (2739) અને મનન ધીરજલાલ અમાણી (2720) મત મેળવી વિજેતા થયા છે. વોર્ડ નં.11માં ભાજપની પેનલ વિજેતા થઇ તેમાં દિવ્યાબેન મનોજ પોપટ (4617) પુનમબેન જીજ્ઞેશ પરમાર (3991) વનરાજ વિપુલ સોલંકી (3999) અને શૈલેષ રમણીક દવે (4004) મત મેળવી વિજેતા થયા છે. આ વોર્ડમાં જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ ભીખાભાઇ જોષીની હાર થઇ છે.
વોર્ડ નં.12માં ભાજપની પેનલ વિજેતા થઇ તેમાં ઇલાબેન ભરત બાલસ (2980) પુંજાભાઇ મુળુભાઇ સીસોદીયા (2892) મધુબેન અરજણ મિયાત્રા (2654) હિરેન પરસોતમ ભલાણી (2915) મતો મેળવી વિજેતા થયા છે. વોર્ડ નં.13માં ભાજપની પેનલ વિજેતા થઇ છે. તેમાં ધરમણરામભાઇ ડાંગર (4321) ભાવનાબેન પ્રદિપભાઇ ટાંક (3842) વનિતાબેન વાલાભાઇ અભછેડા (3493) અને વિમલ હરકાંત જોષી (3640) મતો મેળવી ચૂંટાઇ આવ્યા છે.
જયારે વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. તેમાં કેશુભાઇ રામભાઇ ઓડેદરા (3666) ગીતાબેન રાજેશ સોલંકી (3222) રાવણ લાખાભાઇ પરમાર (3660) અને સોનલ કારાભાઇ રાડા (3378) મતો મેળવી વિજેતા થયા હતા. આ વોર્ડ કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધો છે.
વિજય સરઘસ
પરિણામો જાહેર થતા વિજેતા ઉમેદવારોને ગણતરી કેન્દ્ર બહાર તેમના ટેકેદારોએ ફુલહારથી વધાવી ઉંચકી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ વિજેતાઓએ પોતપોતાના વોર્ડમાં વિજય સરઘસ કાઢયુ હતું આ વિજય સરઘસ મોટા ભાગના ઉમેદવારોએ વાહનમાં કાઢેલ જયારે વોર્ડ નં.9માં અપક્ષ તરીકે ચૂંટાયેલા અશ્ર્વિન ભારાઇએ પગપાળા પોતાના મત વિસ્તારમાં ફરી અભિવાદન ઝીલ્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy