સરોગસી કાનૂનમાં આ પ્રક્રિયાથી બીજુ સંતાન મેળવવા પર પ્રતિબંધને પડકાર

એક તંદુરસ્ત સંતાન છતા યુગલ સરોગસીથી બીજુ બાળક મેળવી શકે! વિવાદ સુપ્રીમમાં

India | 20 April, 2024 | 02:40 PM
કેન્દ્ર સરકારે અમલી બનાવેલા કાનૂની જોગવાઈ સામે બીજુ સંતાન ઈચ્છતા યુગલની તર્કબદ્ધ દલીલો: કેન્દ્રને નોટીસ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.20
સરોગસી એટલે કે અન્ય મહિલાના ગર્ભાશયમાં પોતાના બાળકને ઉછેરીને સંતાન મેળવવા માટેની અપનાવાતી પદ્ધતિમાં હવે સુપ્રીમ કોર્ટ એ મુદા પર ચકાસણી કરશે કે કોઈ યુગલને એક તંદુરસ્ત સંતાન હોય તો શું તેને સરોગસીથી બીજુ બાળક મેળવવાનો અધિકાર છે! સામાન્ય રીતે નિ:સંતાન દંપતિઓ કે જેમાં મહિલા તેના ઉદરમાં બાળકને જન્મ આપી શકે તેવી કોઈ ક્ષતિથી પીડાતા હોય તો અન્ય મહિલાના ગર્ભાશયને ભાડે રાખીને પોતાના સંતાનને જન્મ આપે છે.

સર્વોચ્ચ અદાલતની ખંડપીઠના ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્ના અને ન્યાયમૂર્તિ એ.જયોર્જ એ આ અંગે કેન્દ્ર સરકારને નોટીસ આપી છે. સરોગસી કાનૂનમાં તંદુરસ્ત બાળક ધરાવતા યુગલને આ પ્રક્રિયા મારફત બીજુ સંતાન મેળવવા પર પ્રતિબંધ છે અને સરોગસી મારફત બાળક મેળવવા માટે યુગલે એવું યોગ્યતા સર્ટીફીકેટ મેળવવાનું હોય છે કે તેઓને અગાઉ કોઈ કુદરતી રીતે કે દતક પ્રક્રિયાથી અથવા સરોગસીથી જીવિત સંતાન નથી.

હવે આ પ્રકારની પ્રક્રિયાને સુપ્રીમકોર્ટમાં પડકારાયુ છે અને એક યુગલે પોતાની અરજીમાં જણાવ્યું છે કે પરણીત યુગલોને સરોગસી પ્રક્રિયાથી પણ બીજુ સંતાન મેળવવાનો અધિકાર છે. યુગલે એવી પણ દલીલ કરી હતી કે કુટુંબમાં બે સંતાન હોય તો તેઓ વચ્ચે એકબીજાની સંભાળ અને કૌટુંબિક સુખ સુવિધાઓ વહેંચીને ઉપયોગનો એક ટેવ પડે છે.

વર્તમાન સંતાનને તેના એક જોડીદાર પણ મળે છે એટલું જ નહી બંને એક સમાન બોર્નમેરો ધરાવતા હોવાથી અને તેમના અંગોમાં એક જ પ્રકારના ટીશ્યુ હોવાથી ભવિષ્યની કોઈપણ જરૂરીયાત સમયે પણ તે એકબીજાને ઉપયોગી નીવડે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj