વેકેશન ચાલુ થઇ જવા છતાં શાંતિવન ગાર્ડન ઉજ્જડ

Local | Jamnagar | 22 May, 2024 | 02:51 PM
વેકેશનના દિવસોમાં બાળકોને તથા મહેમાનોને ફરવા લઇ જતા શહેરીજનો બગીચાની હાલત જોઇ અનુભવે છે નિરાશા: બાળકો માટેના આનંદ પ્રમોદના સાધનોનું વેકેશન પહેલા સમારકામ કરાવવામાં કામચોર મહાનગરપાલિકાનું તંત્ર વધુ એક વખત નિષ્ફળ
સાંજ સમાચાર

જામનગર તા.22:
જામનગર મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત શહેરના લાલવાડી વિસ્તારમાં લાલવાડી બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતુઁ. હાલ વેકેશનની સીઝન હોય આ બગીચામા બાળકો માટેના મનોરંજનના મોટાભાગના સાધનોની જર્જરિત હાલતમાં હોવાથી બાળકોની નિરાશા સાથે બગીચામાં જ લટારો મારીને નિરાશા સાથે જાય છે. મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક તમામ મનોરંજનના સાધનો રિપેર કરાવી તેવી માંગ આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના ગ્રાન્ટમાંથી લાલવાડી બાગ શાંતિવન સોસાયટી નજીક 2018 ના રોજ લોકાર્પણ તત્કાલીન કેબિનેતમંત્રી આર.સી.ફળદુ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું  તે સમયે આ લાલવાડી બાગ બાળકો માટેનો ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાલમાં જ્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે.

ત્યારે બાળકોને માટે બગીચાઓની મુલાકાત અવશ્યક બની જાય છે ત્યારે આ લાલવાડી બાગમાં જે બાળકો માટેના મનોરંજન સાધનો આવેલા છે તેમાંથી મોટાભાગના સાધનો જર્જરિત છે.તેમાંય ખાસ કરીને ચાર રાઈસ છે જેમાં બે લપસ્યા, બે ઉંચક નીચક  અને ત્રણ હીંચકાઓ શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યા છે કારણ કે આ મનોરંજનના સાધનો જોખમી બની  ચૂક્યા હોય જેમાં બાળકો તેનો આનંદ લઈ શકે તેમ નથી.

જો આ રાઈસમાં બેસવા જાય તો તેઓ ઇજાગ્રત થાય અથવા તો જીવનું જોખમ ઊભું થાય તેવી સ્થિતિના આ સાધનો હાલમાં છે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકા ના સત્તાધીશો પાસે લાલવાડી બાગમાં આવેલા બાળકો માટેના મનોરંજનના સાધનો તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 

બાળકોની વાત એ છે કે લાલવાડી વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ કરતા અને જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે સત્તા ઉપર બેઠેલા તપનભાઈ પરમાર દ્વારા આ બાળકોની ફરિયાદ તાત્કાલિક ઉકેલવામાં  આવે તેવોઆશાવાદ બાળકો વ્યક્ત કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj