જામનગરમાં પણ ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલી મહિલાઓને ડિટેઇન કરાઈ હતી, જેને પગલે ક્ષત્રિય સમાજમાં નારાજગી છે

રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ કરવા પહોંચેલી ક્ષત્રિય મહિલાઓની અટકાયત

Politics | Rajkot | 12 April, 2024 | 04:07 PM
ગઈકાલે સાંજે રાજકોટના અમૃતસાગર પાર્ટી પ્લોટમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન હતું જેમાં પરષોત્તમભાઈ રૂપાલા હાજરી આપવાના હોવાથી પદ્મિનીબા વાળા સહિતના મહિલા આગેવાનો વિરોધ કરવા પહોંચ્યા હતા
સાંજ સમાચાર

રાજકોટ, તા.12
 

રાજકોટમાં પરષોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરવા જઇ રહેલી ક્ષત્રિય સમાજની 15થી 20 મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી. આ વખતે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે પ્રથમ સમજાવટ બાદ  બળપૂર્વક મહિલાઓને પોલીસ વાહનમાં બેસાડી હતી.  રાજ્યભરમાં ક્ષત્રિયો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ વિરોધ દર્શાવી રહ્યા છે.

આગામી તા.14ના રોજ રાજકોટ નજીક રતનપર ખાતે ક્ષત્રિયોએ મહા સંમેલન યોજવા જાહેરાત કરી છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગ પર ક્ષત્રિય સમાજ આજે પણ કાયમ છે ત્યારે ગઈકાલે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, બિગબજાર સામે અમૃત સાગર પાર્ટી પ્લોટમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં પુરુષોત્તમભાઈ રૂપાલા હાજરી આપવા પહોંચ્યા હતા. તેઓ પહોંચે તે પહેલાં તેમનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા અન્ય બહેનો સાથે ત્યાં પહોંચી જતા પોલીસ દ્વારા પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

માલવીયાનગર પોલીસની ટીમ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ, એસઓજી, ક્રાઈમ બ્રાંચની ટીમો તૈનાત હતી. મહિલાઓ કાર્યક્રમ સ્થળ સુધી પહોંચે તે પહેલાં જ અટકાવવામાં આવેલ.  પ્રથમ મહિલા પોલીસ અધિકારીઓ અને હાજર સ્ટાફના કર્મચારીઓએ પ્રથમ ક્ષત્રિય સમાજના મહિલાઓને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ બળ પૂર્વક 15થી 20 મહિલાઓને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ હેડ કવાર્ટર ખાતે લઈ જવામાં આવેલ. કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ મહિલાઓને છોડી મુકાયા હતા. અટકાયત વખતે મહિલાઓએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ કાર્યવાહી અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj