વિહિપ તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુકત ઉપક્રમે ચાલી રહેલ

રામકથામાં રસતરબોળ થતા શ્રધ્ધાળુઓ : તા.16મીના કથાનું સમાપન : રામનવમીના ભવ્ય શોભાયાત્રા યોજાશે

Local | Rajkot | 12 April, 2024 | 03:28 PM
નાણાવટી ચોકમાં ધજા, ઝંડી, પતાકા, રોશનીના શણગાર : નાણાવટી ચોકથી તા.17ના સવારે 8 વાગ્યે ધર્મસભા બાદ શોભાયાત્રાનો પ્રારંભ : જય શ્રી રામનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે : ‘સાંજ સમાચાર’ના આંગણે આવેલા વિહિપના અગ્રણીઓ, સમિતિના અધ્યક્ષ તથા કથાના વકતા શ્રી ગાંડાબાપુ
સાંજ સમાચાર

 રાજકોટ, તા. 12

વિશ્વ હિન્દુ પરિષદ તથા રાધેશ્યામ ગૌશાળાના સંયુકત ઉપક્રમે યોજાનાર શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે નાણાવટી ચોક પાસે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના મેદાનમાં રામકથાનું આયોજન કરાયું છે. જે તા.16મીના સમાપન થશે.

તા.17મીના રાજકોટમાં વિહિપ દ્વારા ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગેની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ના આંગણે રાધેશ્યામ ગૌશાળાના પૂ. રાધેશ્યામ બાપુ, રામકથાના વકતા મહંત શ્રી ગાંડાબાપુ, પ્રફુલભાઇ નળીયાપરા, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, વિનુભાઇ ટીલાવત, નિતેશભાઇ કથિરીયા, રાહુલભાઇ જાની, આલાપભાઇ બારાઇ, પારસભાઇ શેઠ, રાજીવભાઇ  ઘેલાણી-રાજુભાઇ જુંજા વગેરે આવેલા હતા. 

આગામી તારીખ 17ના રોજ રામનવમીના ઉત્સવને ઉજવવા માટે સમગ્ર હિન્દુ સમાજ થનગની રહ્યો છે સાથે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સાથે સંકળાયેલા તમામ આયામોના અધિકારી પદાધિકારી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ચરમસીમા ઉપર છે ત્યારે રાજકોટમાં વિહિપ તથા રાધેશ્યામ ગોશાળા ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે એક સુંદર માણવા લાયક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુના ગ્રાઉનડમાં ચાલી રહેલ આ કથા તારીખ 16 એપ્રિલ સુધી ચાલવાની છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ રામકથા દરરોજ બપોરે ત્રણ થી સાત સુધી યોજાશે. 

રામનવમી નિમિતે યોજાનાર શોભાયાત્રાના પ્રારંભ સ્થળ એવા નાણાવટી ચોક ને અયોધ્યા નગરી જેવા સાજ શણગાર કરવામાં આવ્યા છે. અવનવી મૂર્તિઓનો જેમની પાસે સૌરાષ્ટ્ર નો સૌથી વિશાળ ખજાનો છે તેવા શ્રી રાધેશ્યામબાપુ એ સમગ્ર નાણાવટી ચોક ખાતે ગૌમાતા, કાળીયો નાગ, હાથી, સિંહ, વિશાળ કદના મહાદેવ, શ્રી રામ દરબાર,  શ્રી કૃષ્ણ, હનુમાનજી, ગણપતિ દાદા, તથા દેશ ભક્તિની ભાવના ઉજાગર કરતી ભારતમાતા, આઝાદીના લડવૈયાઓ, વીર સૈનિકો સહીતની અનેક અનેકવિધ મૂર્તિઓને પ્રદર્શની સ્વરૂપમાં નાણાવટી ચોક ખાતે શણગારી હોઈ જેને પ્રજાનો 
સુંદર પ્રતિસાદ મળી રહીઓ છે. રાતના સમયે તો બાળકો સહીતના લોકોના ટોળેટોળા આ સ્થળે ઉમટી પડે છે. આખા ચોકને ધજા , ઝંડી, પતાકા, રોશની, હેલોજન લાઈટથી શણગાર કરવામાં આવ્યો છે. 

શોભાયાત્રા
તા. 17ને બુધવારના રોજ રામનવમી ના દિવસે નાણાવટી ચોક ખાતે સાધુ - સંતો - અગ્રણીઓ ની હાજરીમાં સવારે 8-00 વાગે ધર્મ સભા યોજવામાં આવશે અને ત્યાર બાદ ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નીકળશે  જે જેના નિયત રૂટ ઉપર શહેરના મુખ્ય રાજમાર્ગો પર થી પસાર થશે જેને નિહાળવા હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. અને આ શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના વધામણા કરવામાં આવશે અને પાણી, સરબત, છાશ, ફરાળની પણ સુદર વ્યવસ્થા અનેક યુવા મંડળ, વિસ્તારના શ્રધ્ધાળુઓ દ્વારા કરવામાં આવી છે.  જે માટેની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 

કોઈ સંસ્થા, મંડળ, ગ્રુપ દ્વારા ફ્લોટ જેમને આ શોભાયાત્રામાં સામેલ કરવા હોઈ તેને સમિતિના મહામંત્રીઓ હર્ષિતભાઈ ભાડજા(મો. 82640 80337), હર્ષભાઈ વ્યાસ (મો. 90165 62327), સુશીલભાઈ પાંભર (મો. 98792 16747), દીપકભાઈ ગમઢા (મો. 99253 72920) ઉપર નોંધાવી શકાશે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj