પ્રયાગરાજ, તા.20
આકાશમાંથી મહાકુંભનો નજારો જોવા માટે લોકોમાં હોડ મચી છે, પરિસ્થિતિએ પેદા થઇ છે કે લોકોએ હેલિકોપ્ટર રાઇડ માટે એક-એક દિવસની વાટ જોવી પડે છે. ઓનલાઇન બુકીંગ પણ નથી થઇ રહ્યું. તેના માટે અરૈલના ઓમેક્સ સિટી ગ્રાઉન્ડ પર બનેલ હેલિપેડ પર સીધા પહોંચવું પડી રહ્યું છે. ત્યાં પણ લાંબુ વેઇટીંગ ચાલી રહ્યું છે. હેલિકોપ્ટરની જોય રાઇડનો ભાવ રૂા.3000 હજાર હતો. મહાકુંભમાં આ રકમને અડધાથી પણ ઓછી કરી દેવાઇ છે. આથી લોકોમાં હેલિકોપ્ટર રાઇડ કરવા હોડ મચી ગઇ છે. હેલિકોપ્ટર રાઇડ માટે પાસ સરકારના પવનહંસ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
રાઇડ ઓછી પડી રહી છે
પ્રયાગરાજમાં સાંજ થતાં જ ઠંડી અને ધુમ્મસ છવાઇ જાય છે અને મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ રહે છે આથી રાઇડ નથી થઇ રહી. બપોર બાદ ફરીથી રાઇડ શરૂ થઇ રહી છે અને માંડ માંડ ચારથી પાંચ કલાક રાઇડ થાય છે.
શ્રધ્ધાળુઓ અચંબિત:- શ્રધ્ધાળુઓ આકાશમાંથી મહાકુંભની ભવ્યતા જોઇને અચંબિત થઇ રહ્યા છે. શ્રધ્ધાળુઓએ જણાવ્યું હતું કે પૂરો મહાકુંભ ફરવા અને જોવા માટે તેમને 15 થી 20 દિવસ લાગી જાય, હેલિકોપ્ટરથી આ કેટલીક મિનિટોમાં સંભવ બની જાય. હેલિકોપ્ટરથી સંગમને જોવા મહાકુંભના અખાડા અને અન્ય ક્રિયા કલાપોને જોવું ખૂબ જ આનંદ કરનારી ક્ષણો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy