‘હર હર મહાદેવ-જય પરશુરામ’નાં જય ઘોષ સાથે પરશુરામ જયંતીની ભકિતસભર ઉજવણી

Saurashtra, Dharmik | Rajkot | 10 May, 2024 | 04:36 PM
પેડક રોડ, બહુમાળી ભવન ચોક, ત્રિકોણ બાગ ખાતે ભગવાન પરશુરામનું પૂજન, અર્ચન-આરતી બાદ વાજતેગાજતે શોભાયાત્રા નીકળી: આ વર્ષે સવાર અને સાંજે બંને ટાઈમ બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન: મંદિરોમાં સુશોભન-મહાઆરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
સાંજ સમાચાર

રાજકોટ તા.10
 ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર પરશુરામ ભગવાનના પ્રાગટય દિને આજે રાજકોટ મહાનગરમાં બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓ, ગ્રુપ, મંડળો દ્વારા ભગવાન પરશુરામ જયંતી દિને પૂજન-અર્ચન-આરતી શોભાયાત્રા સાથે ભકિતસભર ઉજવણી કરવામાં આવી છે.
 

બ્રહ્મસમાજ દ્વારા પેડક રોડ, બહુમાળી ભવન ચોક અને ત્રિકોણ બાગ અને પરશુરામ મંદિર સ્થળે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાન પરશુરામની આરાધના કરવામાં આવી હતી.

 બ્રહ્મ સેના દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણીમાં સવારે આરતી પૂજન બાદ 8-30 કલાકે વાજતે ગાજતે આકર્ષક ફલોટ સાથે શોભાયાત્રા નીકળી હતી. હર.. હર.. મહાદેવ, જય જય પરશુરામના જય ઘોષ સાથે શોભાયાત્રામાં અબીલ ગુલાલની છોળો ઉઠી હતી. આ શોભાયાત્રા પાણીના ઘોડાથી શરૂ થઈ પેડક રોડ, પટેલવાડી, ભાવનગર રોડ, પાંજરાપોળ, ગરૂડની ગરબી, રામનાથપરા, હાથીખાના પેલેસ વિ. પસાર થઈ હતી.

 જયારે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે સવારે મહાઆરતી બાદ સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. બહુમાળી ભવન ચોકમાં મિત્ર મંડળ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતી દિને પંડાલમાં પ્રતિમાની આરતીમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. જય જય પરશુરામનો જય ઘોષ ગુંજી ઉઠયો હતો. પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાંજે 51થી વધુ ફલોટસ સાથેની શોભાયાત્રાનું આયોજન છે.

આ વર્ષે પરશુરામ જન્મ જયંતીની ઉજવણીમાં સવારે અને સાંજે બે ટાઈમ શોભાયાત્રાનું આયોજન થયું છે. આરાધ્ય દેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ ઉજવવા બ્રહ્મ સમાજના વડીલો, આગેવાનો, યુવા વર્ગ, ભાઈ બહેનોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj