મુંબઈ,તા.29
ધર્મેન્દ્રની ગણતરી બોલીવૃડના હીટમેન તરીકે થાય છે. તેમણે પોતાની કરીઅરમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્ર હવે 89 વર્ષના થયા છે. અને આ વયે પણ તેઓ ફિટ રહેવા માટે નવી નવી એકિટવિટી કરતા રહે છે.
તેઓ જિમમાં રેગ્યુલર વર્કઆઉટ કરે છે. અને હવે તેમણે સ્વિમિંગ-પૂલમાં વર્કઆઉટ સેશન્સ કરવાનું શરૂ કરી દીધું છે.હાલમાં ધર્મેન્દ્રએ પોતાના આ સ્વિમિંગ પૂલ વર્કઆઉટ-સેશનનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શેર કર્યો હતો જે જોઈને તેમના ફેન્સ ખુશ થઈ ગયા હતાં.
ધર્મેન્દ્રએ જે વિડિયો શેર કર્યો છે. એમાં તેઓ એક ટયુબની મદદથી સ્વિમિંગ કરી રહ્યા છે. આ સાથે જ હાથની એકસરસાઈઝ તેમજ બોડી મૂવમેન્ટ માટે બોલની મદદ લઈ રહ્યા છે. ધર્મેન્દ્ર દ્વારા શેર કરાયેલા એક અન્ય વિડિયોમાં ઈન્સ્ટ્રકટર તેમને લેગ વર્કઆઉટ કરાવતો જોવા મળે છે.
ધર્મેન્દ્રના સ્વિમિંગ-સેશનના વિડીયો જોઈને ફેન્સ તેમનાં બહુ વખાણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રના દીકરા બોબી દેઓલ તેમ જ દીકરી એશા દેઓલે તેમની આ સ્વિમિંગ-એકસરસાઈઝની પોસ્ટપર પ્રેમભરી કમેન્ટ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy