વાંકાનેરના જાલીડામાં શ્રી રામધામના ભૂમિપૂજન પ્રસંગે ધર્મોત્સવનો પ્રારંભ: વિશાળ જલયાત્રા નિકળી

Dharmik | Morbi | 17 February, 2024 | 11:41 AM
મુખ્ય સાત રથ, 751 કાર, 400થી વધુ બાઈકો સાથે હજારો રઘુવંશીઓ જોડાયા: શ્રીરામ શિલા, જલપાત્ર અને શ્રીરામ જાપ પુસ્તીકાનું સામુહિક સામૈયું
સાંજ સમાચાર

(લિતેશ ચંદારાણા દ્વારા)
વાંકાનેર તા.17

 

 વાંકાનેરના જાલીડામાં નિર્માણાધીન શ્રીરામ ધામના ભૂમિપૂજન પ્રસંગે ધર્મોલ્લાસનો પ્રારંભ થયો છે. જેમાં હજારો રઘુવંશીઓની ઉપસ્થિતિમાં ગઈકાલે વિશાળ જલયાત્રા યોજાઈ હતી.
 આ જલયાત્રામાં 751 કાર, મુખ્ય સાત રથ, 400થી વધુ બાઈક, બસ સહીત મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈઓ બહેનો જોડાયા હતા.

 ગામે ગામથી આવેલ શ્રીરામ શીલા, જલપાત્ર, માટી તથા શ્રીરામ જાપ લખેલ પુસ્તીકાનું સામુહિક સામૈયું કરાયું હતું. વાંકાનેર લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળેલ છે. તમામ રઘુવંશી ભાઈઓ ધંધા રોજગાર બંધ રાખી જલયાત્રામાં જોડાયા હતા.

 ગોંડલ રામજી મંદિરના ગાદીપતી જયરામદાસજી મહારાજ તેમજ ભાણ સાહેબની જગ્યાના મહંત જાનકીદાસબાપુ ગઢસીસા કચ્છમાંથી ચંદુમાંની વિશેષ ઉપસ્થિતિમાં આ અદભૂત જલયાત્રાનો પ્રારંભ થયો હતો. વિવિધ સમાજના અગ્રણીઓએ જલયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું.

 રઘુવંશીઓના એકતાના પ્રતિકસમા શ્રીરામ ધામ નિર્માણ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વાંકાનેર લોહાણા સમાજ ઉપરાંત શ્રીરામ ધામના ટ્રસ્ટીઓ, સમસ્ત રઘુવંશી સમાજને એકછત્ર નીચે એકત્રીત કરવાનો ભેખ ધારણ કર્યો છે. તેવા વાંકાનેર લોહાણા સમાજના સર્વેસર્વા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં વસતા રગુવંશી ભાઈઓ બહેનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

 આ દિવ્ય અવસરમાં ગઈકાલે તા.16ને શુક્રવારના રોજ પ્રથમ દેહશુધ્ધી બાદ અભુતપૂર્વ જલયાત્રા જે વાંકાનેર દિવાનપરા ખાતે આવેલ લોહાણા મહાજનવાડી ખાતેથી તમામ રઘુવંશી પરિવારોની વિશેષ ઉપસ્થિતિમાં સંતો મહંતો તેમજ સાસ્વત બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વિધી કરાવ્યા બાદ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ જયરામદાસજી મહારાજ તથા કમીજલા ખાતે આવેલ ભાણ સાહેબની જગ્યાના મહંત પૂજય જાનકીદાસ બાપુ, ગાયત્રી શકિતપીઠના મહંત અશ્ર્વિનબાપુ રાવલ, ફળેશ્ર્વર મહાદેવ મંદિર મહંત વિશાલબાપુ પટેલ, ગઢસીશા ગચ્છથી પુ.ચંદુમાં, રૂગનાથજી મંદિરના રેવાદાસબાપુ સહીત સંતો મહંતોએ આ ભવ્યથી ભવ્ય જલયાત્રાનો પ્રારંભ કરાવેલ હતો.

 આ જલયાત્રામાં મુખ્ય સાત રથ, સાતસોથી વધુ કાર, ચારસો બાઈક, સાથે આ જલયાત્રાનો પ્રારંભ થયેલ આ ભવ્યથી ભવ્ય જલયાત્રામાં હર્ષભેર જોડાયા હતા. આ જલયાત્રા રામધામની પાવનભૂમી પર પહોંત્યા બાદ તમામ રઘુવંશી બહેનો એક સાથે મહારાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

 આ મહારાસમાં 3000 ત્રણ હજારથી વધુ બહેનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ શ્રીરામમય બનાવેલ હતું. જલયાત્રાના પાવનદિને ઉપસ્થિત રહેનાર સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી પરિવારોનો વિનુભાઈ કટારીયા, રામધામ સ્વપ્ન દ્દષ્ટા જીતુભાઈ સોમાણી, હસુભાઈ ભગદેવ, ગિરીશભાઈ કાનાબાર, પરેશભાઈ કાનાબાર, અશ્ર્વિનભાઈ સેતા, ભીખાલાલ પાઉં, પરેશભાઈ વિઠલાણી તથા રામધામ મહીલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી સહીતના ટ્રસ્ટી મંડળે તમામ રઘુવંશી પરિવારોનો આભાર વ્યકત કરેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj