IPL ના ઈતિહાસમાં ધોનીનો વધૂ એક રેકોર્ડ!!

IPL માં 100 વખત અણનમ રહેવાનો રેકોર્ડ ધોનીના નામે! : 43માં વર્ષે વધુ એક સિદ્ધિ !!

India, Sports | 08 May, 2025 | 03:12 PM
ધોની પછી બીજા સ્થાને જાડેજા : જે 80 વખત અણનમ રહેલા છે !!
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.8
43 વર્ષની ઉંમરમાં પણ એમએસ ધોનીનો ઝળકતો રહે છે. કારકિર્દીના આખરી તબક્કામાં એમએસ ધોનીએ એક એવો રેકોર્ડ નોંધાવ્યો છે, જેને તોડવો લગભગ અશક્ય છે. ધોનીએ આઈપીએલના ઈતિહાસમાં અનોખી સદી ફટકારી હતી.

એમએસ ધોની આઇપીએલના ઇતિહાસમાં એકમાત્ર એવો ક્રિકેટર બની ગયો છે કે, જેણે 100 વખત અણનમ રહ્યો છે. તેણે બુધવારે આઈપીએલ 2025 ની 57 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

ધોનીએ 18 બોલમાં એક સિક્સરની મદદથી 17 રન બનાવ્યા હતા. જીતવા માટેના 193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 19.4 ઓવરમાં 166 રનમાં જ કરી શકી હતી. સીએસકેની 12 મેચમાં આ ત્રીજી જીત હતી.

ધોનીની બાદશાહી :-
આઇપીએલના ઇતિહાસમાં અણનમ રહેવાના મામલે રવિન્દ્ર જાડેજા એમએસ ધોનીની સૌથી નજીક છે. જાડેજા 80 વખત અણનમ રહ્યો છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ત્રીજા સ્થાન પર છે. પોલાર્ડ 52 વખત અણનમ રહ્યો છે.

આરસીબીના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, તે 50 વખત અણનમ રહ્યો છે. લખનઉ સુપરજાયન્ટના ડેવિડ મિલરે 49 વખત અણનમ રહીને ટોપ-5ની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

આઈપીએલમાં સૌથી વધુ વખત અણનમ રહેનારા બેટ્સમેનો :- 
એમએસ ધોની - 100
રવિન્દ્ર જાડેજા - 80
કિરોન પોલાર્ડ - 52
દિનેશ કાર્તિક - 50
ડેવિડ મિલર - 49

સીએસકેએ આ સિલસિલો તોડ્યો 
કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતા ઇડન ગાર્ડન ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 19.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સીએસકેના સ્પિનર નૂર અહમદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે તેના 4 ઓવરના ક્વોટામાં 31 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj