ધોનીની ટીમ ચેન્નઇ સુપરકિંગ્ઝ નવી જર્સી સાથે IPL માં મેદાને ઉતરશે

India, Sports | 09 February, 2024 | 05:21 PM
સાંજ સમાચાર

મુંબઇ, તા.9
ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ આઇપીએલની ક્રિકેટરસિયાઓ આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે. મહેન્દ્રસિંઘ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઇ ગયો હોવા છતાં ફેન્સમાં હજાુ ક્રેઝ ધરાવે જ છે, જ્યારે ધોનીની ટીમ ચેન્નઇ સુપરકિંગ્ઝ દ્વારા નવી જર્સી તૈયાર કરવામાં આવી છે.

આઇપીએલની આગામી સીઝનમાં રમવાનું ધોનીએ અગાઉ જ જાહેર કરીને અત્યારની અટકળો પર પૂર્ણ વિરામ મુકી જ દીધું હતું. ચેન્નઇ સુપરકિંગ્ઝ દ્વારા નવી સીઝન માટે નવી જર્સીનું અનાવરણ કરાયું હતું. ઝાકમઝાળભર્યા સમારોહમાં ધોનીને 7 નંબરની જર્સી ખુલ્લી મુકવામાં આવી હતી. 

આઇપીએલની અત્યાર સુધીની 14માંથી 12 સીઝનમાં સીએસકે પ્લેઓફ કે તેથી આગળ પહોંચી છે. તેના પરથી જ ટીમ મજબૂત હોવાનું સાબિત થાય છે. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ કહ્યું કે આ વખતના ઓકશનમાં પણ ટીમ મજબૂત બને તે પ્રકારે યુવા અને અનુભવી ખેલાડીઓને લીધા છે તેના આધારે આગામી સીઝનમાં પણ પ્લેઓફમાં પહોંચવાનો ટીમનો વિશ્ર્વાસ સાબીત થાય છે. પોતે પણ માને છે કે ટીમ ટોપ-ફોરમાં પહોંચશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj