ધ્રાંગધ્રા બનશે ધર્મમય : તા. 5 થી 7 માર્ચ દેશળ ભગતધામમાં સંતો, રામ દરબાર, શિવ પરિવારની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

Saurashtra, Dharmik | Rajkot | 28 February, 2024 | 03:45 PM
♦ લાખો લોકો ઉમટી પડશે : બે દિવસ સુપ્રસિદ્ધ કલાકારોનો લોકડાયરો
સાંજ સમાચાર

♦ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, વન પર્યાવણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો હાજરી આપશે :મહાપ્રસાદ, પાર્કિંગ, તબીબી સેવા, સુશોભન વગેરેની વિશાળ વ્યવસ્થા

રાજકોટ,તા 28 
સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે સુરેન્દ્રનગર રોડ પર જી. આઇ. ડી. સી સામે સંત શ્રી દેશળ ભગતધામમાં જીર્ણોદ્ધાર કરી બનાવાયેલ કલાત્મક મંદિરમાં તા. 5 માર્ચ 2024 મંગળવારથી 7 માર્ચ ગુરૂવાર સુધી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રાજકોટની એક વખતની મવડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભલાભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ શ્રી દેશળ ભગત મંદિર નવનિર્માણ સમિતિ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક અને સૌરાષ્ટ્ર- ગુજરાત તથા અન્ય રાજ્યોમાં વસતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડનાર છે. ત્રણ દિવસ દરમ્યાન 2 લાખથી વધુ લોકો ઉમટશે. 

શાસ્ત્રોકત વિધી આચાર્ય શાસ્ત્રી મનીષ ભાઈ રાવલ (મોન્ટુ મહારાજ) જુનાગઢ અને તેમના સાથી ભૂદેવો કરાવશે. આયોજક અગ્રણી ભલાભાઈ ચૌહાણે પત્રકારોને જણાવેલ કે સૃષ્ટિના રચયિતા  બ્રહ્માજી-શ્રી વિષ્ણુ-શ્રી મહેશ અને દ્વારકાધીશની અસીમ કૃપાથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા મુકામે સંત શ્રી દેશળ ભગત ની સમાધિ સ્થળનું મંદિર આવેલ છે. તેને 95 વર્ષ થયેલ છે.

તે સ્થળ ઉપર સંત શ્રી દેશળ ભગત, સંત શ્રી લાલજીમહારાજ તથા ઇષ્ટદેવ શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી, શ્રી શિવદરબાર, શ્રી રામદરબાર, શ્રી રાધાકૃષ્ણનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ધાંગધ્રાની ધરતી ઉપર ભજન અને ભોજન ભેખ ધરના સંત શ્રી દેશળ ભગત અને શ્રી લાલજી મહારાજની જયાં સમાધિ છે. તે સમાધિ સ્થળે નવનિર્મિત મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભે પ્રથમ દિવસે તા.5 માર્ચ મંગળવારે સવારે 9 વાગ્યે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરૂકુલથી વાજતેગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી મંદિરે પહોંચશે. શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે. આકર્ષક ફ્લોટસ સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાશે. જે મૂર્તિઓ મંદિરમાં પધરાવાની છે તે પણ યાત્રામાં રાખવામાં આવશે.

પહેલા મૂર્તિઓ યજ્ઞશાળામાં રાખવામાં આવશે. શાસ્ત્રોકત વિધિ બાદ મંદિરમાં પધરાવવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ,ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ,રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,વન પર્યાવણ મંત્રી મુળુભાઈ બેરા, મહિલા અને બાળ કલ્યાણ મંત્ર ભાનુબેન બાબરીયા,ગૃહ રાજ્ય મંત્રી હર્ષભઈ સંઘવી,પૂર્વ કેબીનેટ મંત્રી આઇ. કે જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે .
મહોત્સવના રાજકોટ સ્થિત સંકલન સહયોગી જનકલ્યાણ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ દિનેશભાઇ ડાંગરે પત્રકાર પરિષદમાં સ્વાગત પ્રવચન કર્યું હતું.પત્રકાર પરિષદમાં ભલાભાઈ ચૌહાણ, મહેશભાઇ ચૌહાણ,પ્રવીણભાઈ રાઠોડ,ભરતભાઇ રાઠોડ, કેતનભાઈ લાલભાઇ રાઠોડ, મનસુખભાઇ ચૌહાણ, વજુભાઈ એરડા, પરેશભાઈ પરમાર,ભાર્ગવભાઈ પઢિયાર,અનિલભાઈ બારડ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યજ્ઞની જવાળા પ્રગટશે: શિખર પર કળશવિધિ
પ્રથમ દિવસે સવારે 11 વાગ્યે યજ્ઞશાળાનું ઉદઘાટન થશે. દેહશુદ્ધી તેમજ ગણપતિ સહિતના દેવની પૂજા બાદ યજ્ઞની જવાળા પ્રગટશે. તે દિવસે બપોરે 3 વાગ્યે જલયાત્રા નીકળશે. સાંજે 6.30 વાગ્યે આરતી થશે. બીજા દિવસે બુધવારે સવારે 9 વાગ્યે વાસ્તુયજ્ઞ અને 12 વાગ્યે શિલારોપણ થશે. તા.7 ગુરુવારે સવારે 9 વાગ્યે શિખર પર કળશ ચડાવવાની વિધિનો પ્રારંભ થશે. બપોરે 12 વાગ્યે શ્રદ્ધાપૂર્વક મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે. 1 વાગ્યે મહાઆરતી બાદ મહોત્સવની પૂર્ણાહુતી થશે.

સંતોના દિવ્ય દર્શન અને આશીર્વાદનો લાભ મળશે 
મહોત્સવમાં વઢવાણ મંદિર દૂધરેજના કનિરામદાસ બાપુ, પીપળીધામના  વાસુદેવ મહારાજ,  આપગીગાનો ઓટલો, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુ, જૂનાગઢ ઉપલા દાતાર ટેકરીના  ભીમબાપુ,  બટુકબાપુ, ધાંગધ્રા દિગંબર સાધુ જગ્યાના  રાજેન્દ્રગીરી બાપુ,રામમોલ જગ્યાના  મહાવીરદાસજી મહારાજ,નારીચાણીયા હનુમાન મંદિરના મહંત  રોહિતદાસ તુલસીદાસ,હળવદ નકલંકધામના  દલસુખબાપુ, ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામના  રામકૃષ્ણદાસજી સ્વામી સહિત અનેક સંતો હાજર રહી દર્શન અને આશીર્વાદનો લાભ આપશે. 

નામાંકિત કલાકારો લોકડાયરો રમઝટ બોલાવશે 
ધાંગધ્રામાં મૂર્તિ મહોત્સવ નિમિતે તા. 5 અને 6 ના રોજ રાત્રે 9 વાગ્યે નામાંકિત કલાકારો ની ભજન સંધ્યા (ડાયરો) રાખેલ છે. તા. 5 મંગળવારે દેવરાજ ગઢવી,હરેશદાન સુરુ,વાઘજી રબારી, ઘનશ્યામ મકવાણા, મીનાબા જાડેજા વગેરે કલાકારો તથા બીજા દિવસે તા. 6 બુધવારે રાત્રે માયાભાઇ આહીર, ગીતાબેન રબારી,વાઘજી રબારી વગેરે કલાકારો ભાગ લેશે. મહોત્સવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં યજમાનો સર્વે ભલાભાઈ ચૌહાણ, જુનાગઢવાળા સંત લાલદાસબાપુ, કેતનભાઈ રાઠોડ, જામનગરના બાબુભાઇ ઝાલા, ધાંગધ્રાના ચંપાબેન જાદવ,ગોવિંદભાઇ સોઢા વગેરે પરિવારો જોડાશે .

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj