35 મુમુક્ષુઓનો ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન : વીરના વારસ વીરની વાટે

અમદાવાદમાં દીક્ષા દાનેશ્વરી પૂ. આ. ભ. શ્રીયોગતિલકસૂરીજી મ. આદિ 400થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં

Gujarat | Ahmedabad | 22 April, 2024 | 11:45 AM
વહેલી સવારથી દીક્ષા મહોત્સવની વિધિ આરંભાઇ : હજારો ભાવિકો દીક્ષા મહોત્સવના સાક્ષી બન્યા : ભવ્ય વર્ષીદાન યાત્રામાં 68 લાખનું કરાયું વર્ષીદાન : ઉપકરણોની ઉછામણી 5.29 કરોડની થઇ : રીવરફ્રન્ટ અધ્યાત્મ નગરી ખાતે જૈનં જયતિ શાસનમ્નો નાદ ગુંજી ઉઠયો
સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
અમદાવાદમાં દીક્ષા દાનેશ્ર્વરી પૂ. આ. ભ. શ્રી યોગતિલકસૂરીજી મ. આદિ 400થી વધુ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં આજે શહેરના ઇતિહાસમાં પ્રથમવાર 3પ મુમુક્ષુઓએ પ્રવ્રજયા ગ્રહણ કરીને પ્રભુ વીરના પંથેચરણ મૂકયા છે.  આજે રીવરફ્રન્ટ પર સવારે પ.31 કલાકે પૂજયો અને મુમુક્ષુઓનો મંડપ પ્રવેશ ત્યારબાદ વિજય તિલક, સવારે 7.0ર કલાકે વીરના વારસ વીરની વાટે રજોહરણ પ્રદાન કરવામાં આવેલ. સવારે 9.ર7 કલાકે કેશલુંચન કરવામાં આવેલ ત્યારબાદ શુભ ચોઘડીયે પૂજય ગુરૂ ભગવંતે 3પ મુમુક્ષુઓને પ્રવ્રજયા અંગીકાર કરી હતી.

અમદાવાદના આંગણે ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. દીક્ષા મહોત્સવના સાક્ષી બનવા હજારો જૈન- જૈનેતરો ઉમટી પડયા હતા.
ભવ્ય વર્ષીદાન યાત્રા 

ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવમાં ગઇકાલે રવિવારે અમદાવાદમાં 3પ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળીહતી. જેમાં હાથી, ઘોડા, ઉંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતા પહેલા છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું. 3પ મુમુક્ષુઓ દ્વારા 68 લાખ રૂપિયાનું  વર્ષીદાન કરવામાં આવ્યું હતું અને ઉપકરણોની ઉછામણી પ,ર9,87,003 રૂપિયા થઇ હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રૂચિકુમારી મહેન્દ્રભાઇ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે રૂા. 69,91,રરરની બોલવામાં આવી હતી.

સવારે 6.30 કલાકે મુમુક્ષુ ભાવેશભાઇ ભંડારી અને તેમના ધર્મપત્ની જિનલબહેનના નિવાસસ્થાન ઋજુવાલિકા, શાંતિનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પાલડી ચાર રસ્તા થઇને સાત કિલોમીટરની યાત્રા કરીને રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી હતી. આ વર્ષીદાનના વરઘોડામાં આશરે 400 સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા. જયારે રાજનગર  અમદાવાદના આશરે  પાંચ લાખ લોકોએ વિવિધ સ્થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા.

વર્ષીદાનની યાત્રા અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી તે પછી સોમવારે સવારે 6 વાગ્યે યોજાનારા દીક્ષા મહોત્સવમાં  મુમુક્ષુઓ સાધુ બન્યા પછી જે 18 વસ્ત્રો, પાત્રો, ઉપકરણો વગેરેનો ઉપયોગ કરવાના છે, તેની ઉછામણી બોલાવવાની શરૂઆત થઇ હતી. આ 18 ઉપકરણો પૈકી સાધુ જીવનના પ્રતિક સમાન ઓઘાની અને મુહપત્તિની ઉછામણી બોલાવવામાં આવતી નથી. પણ તે લાભ મુમુક્ષુના પરિવારને આપવામાં આવે છે. 

ઓઘા અને મુહપત્તિ સિવાય કામળી, કાપડો, સાડો અથવા ચોલપટ્ટો, પાત્રા, તરપણી, ચેતનો, પુસ્તકની પોથી, નવકારવાળી, દાંડો, દંડાસન, સુપડી, પૂંજણી, ચરવળી, આસન, સંથારો અને ઉત્તરપટ્ટો મળીને કુલ 16 ઉપકરણોની ઉછામણી બોલવામાં આવી હતી. આ ઉપકરણોને કુલ પાંચ જુથોમાં વહેંચીને તેની ઉછામણી બોલવામાં આવી હતી. આ રીતે કુલ 3પ મુમુક્ષુઓ માટે 175 ઉછામણી બોલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રૂચિકુમારી મહેન્દ્રભાઇ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે રૂા.69,91,222ની બોલવામાં આવી હતી.રવિવારે અમદાવાદમાં 3પ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા, ઉંટગાડીઓ, બળદ ગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતા પહેલા છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું. આ યાત્રા શાંતિનગરથી શરૂ થઇને રિવરફ્રન્ટ અધ્યાત્મ નગરી ખાતે પૂર્ણ થઇ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj