રાજકોટ, તા. 13
પોલીસે નોંધેલ ફરિયાદ મુજબ, તા.11/02/11 ના રોજ પોલીસને બાતમી મળેલ કે, આરોપી દિનેશ શુકલ ભાવનગર રોડ 80 ફુટ રોડ ચોકડી પાસે ઉભો છે અને તેની પાસે ગેરકાયદેસર હથીયાર છે. બાતમી મળતા પોલીસે તેને પકડી અંગ જડતી કરતા આરોપીએ પહેરેલ પેન્ટના નેફામાંથી દેશી બનાવટનો લોખંડનો સીંગલ ફાયરનો તમંચો મળી આવેલ અને પેન્ટના ખિસ્સામાંથી એક પીતળનો જીવતો કારતૂસ મળ્યો હતો. જેથી આર્મ્સ એકટ 25(1-બી) હેઠળ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
આરોપી તરફે લીગલ એઈડના પેનલ એડવોકેટ ગૌરાંગ માંકડએ ધારદાર દલીલો કરેલી અને આ દલીલો ધ્યાને લઈ ફરીયાદપક્ષ આરોપી સામેના આક્ષેપો મુજબના ગુન્હાના આવશ્યક તત્વો સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી આરોપી કોર્ટે દિનેશ શુકલને આ ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો. આ કેસમાં આરોપી વતી લીગલ એઈડના પેનલ એડવોકેટ ગૌરાંગ એ. માંકડ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy