નવીનિકરણ બાદ જિલ્લા સરકારી પુસ્તકાલય 16 કલાક માટે કાર્યરત

Saurashtra | Jamnagar | 22 May, 2024 | 01:40 PM
સાંજ સમાચાર

જામનગર તા.22
જામનગરમાં 1963ના વર્ષથી એટલે કે, 61 વર્ષથી કાર્યરત સરકારી જિલ્લા પુસ્તકાલયની રૂ.82 લાખના ખર્ચે કાયાપલટ થયા બાદ આ પુસ્તકાલય 16 કલાક ચાલતી પાઠશાળામાં પરિવર્તિત થઈ ગયું છે. અહીં સરકારી નોકરીની પરીક્ષાઓની તૈયારી માટે બોયઝ અને ગર્લ્સ રીડીંગ રૂમ પીન ડ્રોપ સાયલન્સની સ્વયં શિસ્ત સાથે બે-રોકટોક સવારે 8 થી રાત્રે 12 સુધી સતત ચાલુ રહે છે. નજીકના ભવિષ્યમાં યુવા વર્ગને અનલીમીટેડ વાય-ફાયની સગવડતા રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મળશે. તેમજ આવતા વર્ષમાં વધુ વિશાળ સાઉન્ડ પ્રુફ રીડીંગ રૂમની સુવિધા પણ મળશે.

શહેરમાં તળાવની પાળે ભુજીયા કોઠાની સામે અને બાલા હનુમાન મંદિરને લગોલગ આવેલી ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીનું ગત મહિનાઓમાં રૂ.82 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યા બાદ 200થી વધુ વિદ્યાર્થીઓ અને 125 વિદ્યાર્થીનીઓ બેસી શકે તેવા સગવડતા ધરાવતા રીડીંગ રૂમ બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સિનિયર સીટીઝન રીડીંગરૂમ, જે જોઈએ તે રેફરન્સ વિદ્યાર્થીઓ મેળવી શકે તે માટે ઈન્ટરનેટની સુવિધા સાથેના 3 કોમ્પ્યુટરો ધરાવતી ઈ-લાયબ્રેરી, અખબાર વાંચન વિભાગ, 58 વેરાઈટી ધરાવતો મેગેઝિન વિભાગ તેમજ પુસ્તક લેતી- દેતી વિભાગ પણ રચવામાં આવ્યા છે.

આ વિભાગમાં પુસ્તકોની વાત કરીએ તો ગુજરાતી ભાષાના 11,942,જોઈએ તે રેફરન્સ વિદ્યાર્થીઓ મેળવી શકે તે માટે ઈન્ટરનેટની સુવિધા સાથેના 3 કોમ્પ્યુટરો ધરાવતી ઈ-લાયબ્રેરી, અખબાર વાંચન વિભાગ, 58 વેરાઈટી ધરાવતો મેગેઝિન વિભાગ તેમજ પુસ્તક લેતી- દેતી વિભાગ પણ રચવામાં આવ્યા છે. 

આ વિભાગમાં પુસ્તકોની વાત કરીએ તો ગુજરાતી ભાષાના 11,942, અંગ્રેજી ભાષાના વષ,શહક્ષ, હિન્દી ભાષાના 17,609 મળીને કુલ 55, 560 પુસ્તકો લાયબ્રેરી પાસે છે.

જેનો લાભ 11005 સક્રિય સભ્યો લે છે. પુસ્તકોની લેતી-દેતીની સાયકલ 14 દિવસની રાખવામાં આવી છે. આ ઉપરાંત એક ઓડીયો- વિઝયુઅલ કોન્ફરન્સ રૂમ પણ છે. જ્યાં કોઈપણ વિષયનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થઈ શકે તે માટે 84 ઈંચનું ટીવી ગોઠવવામાં આવ્યું છે. નોકરીની કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરતા યુવા વર્ગને ધ્યાનમાં રાખીને અગામી ટુંક સમયમાં સમગ્ર લાયબ્રેરીમાં ફી વાય-ફાય સુવિધા ચાલુ કરવામાં આવશે. તે ઉપરાંત સાઉન્ડ પુફ પ્રકારના બે માળના રીડીંગ હોલ બનશે. જેમાં 250-250 બોયઝ- ગર્લ્સ સેપરેટલી નેટની સુવિધા સાથે તૈયારી કરી શકશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj