માસાંતથી અરબી સમુદ્રમાં હલચલ દેખાશે: ગુજરાતમાં 8થી14 જુનમાં ચોમાસુ વરસાદ

Gujarat | Ahmedabad | 24 May, 2024 | 02:41 PM
અંબાલાલ પટેલની આગાહી: જુલાઈ-ઓગસ્ટમાં પણ રેલમછેલ થશે
સાંજ સમાચાર

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટાભાગના મેટ્રો શહેરોમાં ગરમીનો પારે 44 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. કાળઝાળ ગરમીના કારણે હીટ સ્ટ્રોક અને લૂ લાગવાથી તબિયત લથડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભીષણ ગરમીથી 20 લોકોના મોત થયા છે.

હીટવેવને પગલે લોકો ખરા બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. આગામી 8 જૂનથી દરિયામાં પવનની ગતિ બદલાશે. જેથી 8 થી 14 જૂનની વચ્ચે ચોમાસું વરસાદની શક્યતા રહેશે. જે બાદ 28 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં પણ ભારે વરસાદ રહેશે, જેના કારણે રાજ્યની નર્મદા, તાપી અને સાબરમતી સહિત નદીનું જળસ્તર વધશે.

અગાઉ હવામાન વિભાગ દ્વારા નૈઋત્યનું ચોમાસું આગામી 31 મે સુધીમાં કેરળ સુધી પહોંચશે તેવી આગાહી કરવામાં આવી હતી. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ મોટાભાગે ચોમાસાનું આગમન થતું હોય છે.

જો કે ગત વર્ષે 8 જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતુ. આમ આ વર્ષે કેરળમાં ચોમાસાનું આગમન વહેલુ થાય તેમ લાગી રહ્યું છે. જે બાદ ચોમાસું ઉત્તર તરફ આગળ વધતાં 19 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj