દ્વારકામાં દિવાળી : ગોમતીઘાટે રોશનીના શણગાર: શ્રધ્ધાળુઓ ગદગદ

Gujarat, Saurashtra, Dharmik | Jamnagar | 22 February, 2024 | 03:12 PM
મહાઆરતીમાં ધારાસભ્ય, ગુગળી બ્રાહ્મણો જોડાયા: શાસ્ત્રોકત વિધિ કરાઈ: વડાપ્રધાનના આગમન પુર્વ સાંસદ, મંત્રી, કલેકટર તંત્રની હાજરીમાં તૈયારીના ધમધમાટ
સાંજ સમાચાર

જામખંભાળિયા,તા.22
આગામી રવિવાર તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.  રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બુધવારે સાંજે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મહા આરતીમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505, જિલ્લા સંગઠનના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં યાત્રાળુઓ તેમજ શ્રદ્ધાળુઓએ જોડાઈને ધન્યતા અનુભવી હતી.

શુક્રવાર તારીખ 23 સુધી સાંજે સાત વાગ્યે ગોમતી ઘાટ ખાતે મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને જિલ્લા પ્રશાસન તમામ રીતે સક્રિય અને સાબુદ બની રહ્યું છે.

મિટિંગનો ધમધમાટ
આગામી રવિવાર તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિગ્નેચર બ્રિજના લોકાર્પણ અર્થે અત્રે આવી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે દ્વારકામાં એન.ડી.એચ. ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને સાંસદ પૂનમબેન માડમ, અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા વિવિધ તૈયારીઓ તેમજ મીટીંગોનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.

ખંભાળિયા તેમજ દ્વારકામાં પણ વડાપ્રધાનના આગમન પૂર્વે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જાહેર સભામાં જોડાય તે માટેનું આયોજન તેમજ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી. આ માટે મહામંત્રી યુવરાજસિંહ માટે રસિકભાઈ નકુમ, અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, સી.એલ. ચાવડા, ચેતનભા માણેક વિગેરેની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગેવાનો દ્વારા કાર્યકરો વિગેરેને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj