(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ, તા. 8
ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં રખડતા કૂતરાનો આંતક જોવા મળી રહ્યો છે. બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરતા એક વૃદ્ધ મુસાફર ને કુતરું કરડતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આસી. ટ્રાફીક ઇન્સ્પેક્ટર વિશાલ મોરે જણાવ્યું હતું કે આ કૂતરાનો આંતક છેલ્લા ઘણા સમયથી છે.
આ અંગે અનેક વખત નગરપાલીકા ને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જોવામાં આવે તો બસ સ્ટેન્ડ ખાતે 300 થી વધુ મુસાફરો ને કુતરું કરડવા ના બનાવ સામે આવ્યા. નગરપાલીકા દ્વારા વહેલી તકે તેમને પકડવામાં આવે તેવુ જણાવાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy