દોહા:
ચાર દિવસના ગલ્ફ રાષ્ટ્રોના પ્રવાસે રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ એક બાદ એક મોટા વ્યાપારી કરાર કરીને અબજો ડોલરના અમેરિકી શસ્ત્રો- વિમાનો આ દેશોને વેચી રહ્યા છે તો બીજ તરફ તે મધ્યપુર્વનો નકશો પણ બદલવા આગળ વધી રહ્યા છે અને તે પણ ઈઝરાયેલના વિરોધ વચ્ચે ટ્રમ્પે તેની નવી મધ્યપુર્વ નીતિ બનાવી હોય તેવા સંકેત છે.
તેઓએ સૌથી મહત્વપૂર્ણ રીતે અમેરિકા-ઈઝરાયેલ સામે લડતા સિરિયામાં બળવો કરાવીને અડધી સદીથી સીરીયા પર શાસન કરનાર ‘અસદ પરિવાર’ અને પુર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ સરકારનું પતન લાવીને તેઓને દેશ છોડવો પડે તેવી સ્થિતિ બનાવી છે તે વચ્ચે હવે હજું છ માસ પુર્વે જ અમેરિકાના ‘ઈનામી-ત્રાસવાદી’ અહમદ અલ શરા ઉર્ફે અબુ મોહમ્મદ અલ જુલાનીની સિરિયાની વચગાળાની સરકારને બિનસતાવાર માન્યતા આપી દીધી છે એટલું જ નહી તેઓએ તેમની સાથે રીયાધમાં 30 મિનિટ બંધ બારણે વાતચીત કરી.
ટ્રમ્પ અને જુલાનીન હાથ મિલાપની તસ્વીર હવે વાયરલ થઈ હતી. હજુ છ માસ પુર્વે તેના પર 10 લાખ ડોલરનું અમેરિકી ઈનામ હતું. તેને અશદ સરકારને ઉથલાવવા ઈઝરાયેલ- અમેરિકાનો સાથ મળ્યો તે સીરીયાના બળવાખોર જૂથનો વડો છે તેનું નામ તહગેર અલ-શામ છે. તેનો સંગઠનને અનેક દેશોએ આતંકી સંગઠન તરીકે જાહેર કર્યુ છે.
તેને અમેરિકી જેલમાંથ એ શરતે છોડવામાં આવ્યો હતો કે તે સીરીયામાં અશદ સરકારને ઉથલાવીને ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યપુર્વમાં ઈરાનને ટાર્ગેટ કરીને અન્ય નાના દેશોને હવે અલગ અલગ કરી રહ્યા છે.
યમન-સીરીયા તેના મુખ્ય નિશાન છે તેમાં સીરીયા પર 25 વર્ષના પ્રતિબંધ ઉઠાવી લીધા છે. હવે સીરીયા અને ઈઝરાયેલના સંબંધો સામાન્ય બનાવવા માંગે છે. જો કે ઈઝરાયેલ એટલું ઝડપથી આગળ વધવા માંગતુ નથી પણ અમેરિકા માને છે કે ઈરાનને નબળુ પાડવા સિરિયા મહત્વનું છે. હવે જુલાનીની એક આતંકી તરીકેની તસ્વીર પણ વાયરલ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy