રાજકોટ, તા.19
રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
રદ કરાયેલી ટ્રેનોમાં રાજકોટ-ઓખા લોકલ 20.02.2025 થી 03.03.2025 સુધી રદ. ઓખા-રાજકોટ લોકલ 21.02.2025 થી 04.03.2025 સુધી રદ. હાપા-નાહરલગુન સ્પેશિયલ 26.02.2025 ના રોજ રદ. નાહરલગુન-હાપા સ્પેશિયલ 01.03.2025 ના રોજ રદ.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનોમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19.02.2025 થી 02.03.2025 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે.
આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21.02.2025 થી 04.03.2025 સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ રીતે આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનોમાં ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ ઓખાથી 2 કલાક મોડી એટલે કે 16.05 વાગ્યે રવાના થશે.ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 21.02.2025 અને 28.02.2025 ના રોજ ઓખાથી 3 કલાક 30 મિનિટ મોડી એટલે કે 15.45 વાગ્યે ઉપડશે.
માર્ગ માંરેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનોમાં હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી માર્ગ માં 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
19.02.2025 ના રોજ સિકંદરાબાદથી ઉપડતી સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 33 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ, સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 03 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટરેગ્યુલેટ, શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 08 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટરેગ્યુલેટ, શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગમાં 2 કલાક 28 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટરેગ્યુલેટ, ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 53 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટરેગ્યુલેટ, ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 20 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
ટ્રેન ના સ્ટોપેજ રદમાં 26.02.2025 થી 02.03.2025 સુધી 5 દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારીટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનો પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યો છે.
રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતીકરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy