ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન, દલિતોના મસીહા

ડો.બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની સૌરાષ્ટ્ર કચ્છમાં ઉજવણી: વંદના

Gujarat, Saurashtra | Rajkot | 15 April, 2024 | 11:46 AM
રાજકોટ, વેરાવળ, બોટાદ, સાવરકુંડલા, ઉના, સૂત્રાપાડા, ફલ્લા, વાંકાનેર, વિસાવદર, ચોટીલા, ગોંડલ, જામખંભાળિયા, જૂનાગઢ, જસદણ, જેતપુર સહિતના શહેરો/ગામોમાં શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
ભારતીય બંધારના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હૈયાના હેત સાથે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે ડો.બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર તથા ઠેર ઠેર શોભાયાત્રા, મહાપ્રસાદ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

રાજકોટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા તથા રેલી યોજવામાં આવી હતી.
 

વેરાવળ
ભારતીય બંધારણ ના ઘડવૈયા, જ્ઞાનનું પ્રતિક, વિશ્ર્વ વિભૂતિ, શોષિત-પીડિત તેમજ મહિલાઓનાં સાચા ઉદ્ધારક, સમાનતાનાં મશાલચી, ઊગતો સૂર્ય,સિમ્બોલ ઓફ નોલેજ, મહામાનવ, બોધિસત્વ- વિશ્વનાં 190 દેશો જેમની જન્મ જયંતિ સ્વયંભુ ઉજવે છે એવા મજૂરોનાં મસીહા ડો.બી.આર.આંબેડકર સાહેબની 133મી જન્મ જયંતિ નિમિત્તે  વેરાવળ ટાવર ચોક ખાતે કોંગ્રેસ પરિવાર એ  જય ભીમ ના નાદ સાથે હારતોરા કર્યા. જેમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન ભાઈ બારડ, કોંગ્રેસ સૌરાષ્ટ્ર જોન પ્રવક્તા અને પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ સંગીતા બેન ચાંડપા, જિલ્લા મહામંત્રી રમેશ ભાઈ રાઠોડ, જિલ્લા અનુજાતી સેલ ના પ્રમુખ, મનસુખભાઈ, જિલ્લા ઉપ પ્રમુખ મનસુખ ભાઈ મકવાણા, જિલ્લા કારોબારી સભ્ય રજનીકાંત ચુડાસમા, તાલુકા પંચાયત ના સભ્ય જ્યોતિ બેન મકવાણા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 
 

બોટાદ
ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની 133 મી જન્મ જયંતી નિમિતે બોટાદ શહેરમાં વિશાળ રેલી નીકળી હતી આ રેલી બોટાદના તમામ રાજમાર્ગો પર પસાર થઈ હતી અને જય ભીમના નારા સાથે નીકળી હતી તેમજ ઘણી બધી જગ્યાએ છાશના પણ સ્ટોલ કરવામાં આવે જેમાં એક હાથી ચાર પાંચ ઘોડા ઘોડાગાડી વગેરે આયોજન કરવામાં આવે છે બોટાદમાં બહુ જ મોટી રેલી કાઢવામાં આવેલ.
 

ઉના
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે તમામ સમાજના આગેવાનોને અને તમામ સમાજ ના લોકોને  સાથે રાખીને ડો. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ તકેશોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ધોકડવા આંબેડકર ભવનથી લઈ ધોકડવા મેન બજારમાં અને મેઈન રોડ ફરીને આંબેડકર ભવન સુધી ડિ.જે ના નાદ પૂર્ણ કરવામાં આવી  આવી હતી.

ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધોકડવા તેમજ આજુબાજુમાં ગામડાઓના તમામ વર્ગના સમાજના લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ. ગીર સોમનાથ જિલ્લા કારોબારી ચેરમેન. ગઢડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ. અને હોદેદારો  ઉપસ્થિત રહ્યા હતાં અને ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને  ફુલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.  દર વર્ષની જેમ આ વર્ષે પણ હોટલ શ્રીનિવાસ અને હોટલ શ્યામ ખાતે શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ઠંડા પીણા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં ગીર ગઢડા પોલિસ સ્ટાફે પણ ખડે પગે રહી પૂરી નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી.
 

સુત્રાપાડા
ભારતના બંધારણ ના ઘડવૈયા તેજસ્વી વિદ્વાન અને વિચારક ભારત રત્ન  ડો બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતિ ની ઉજવણી સુત્રાપાડા મુકામે કરવામાં આવેલ. આ અવસરે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે સુત્રાપાડા મુકામે બસ સ્ટેન્ડ ચોક માં આવેલ બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલ હાર તેમજ પુષ્પો વડે પુષ્પાંજલિ આપેલ હતી. ડો બાબા સાહેબ આંબેડકર જેઓ એ ભારત દેશના સંવિધાન ના પ્રણેતા છે તેમજ દલિતો, વંચિતો તેમજ શોષિતો ના વિકાસ અને તેઓ સમાજ માં સ્વમાનથી રહી અને આગળ વધી શકે તે માટેના પ્રયત્નો છે. ભારત દેશના મહામાનવ એવા ડો. બાબા સાહેબ આંબેડકરની 133 જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે સુત્રાપાડા મુકામે  ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ રેલી માં સુત્રાપાડા ના તમામ સમાજ ના આગેવાનો  જોડાયા હતા, રેલી  પૂર્ણ થયા બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે  ડો બાબા સાહેબના સિદ્ધાંતો તેમજ તેઓના દેશ પ્રત્યેના સામાજિક સમરસતાના કાર્યો થકી તેઓનિ મહ્ત્તા લોકોને જણાવેલ હતી અને ડો બાબા સાહેબ આંબેડકરને  આજના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. અને તેઓના સિદ્ધાંતો આજે પણ સમાજ માં એટલા જ સચોટ છે તે માટે તેઓને સ્મરાંજલી અર્પિત કરેલ હતી તેમજ તેઓના જીવનના મંત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો વિશે લોકોને જણાવેલ હતું કે આજના સમયમાં આ જીવન મંત્ર તમામ લોકોએ અપનાવવા થી જ સમાજનો સર્વોપરી વિકાસ શક્ય છે.
 

ફલ્લા
ડો.બી.આર. આંબેડકરની 133મી જન્મ જયંતિ જામનગર તાલુકાનાં ફલ્લા ગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફલ્લા ભીમ આર્મી દ્વારા વિશાળ શભાયાત્રા વાજતે-ગાજતે ન.જે.નાં સથવારે ગામનાં મુખ્ય માર્ગો પર ફરી હતી. ગામના મુખ્ય માર્ગોને બેનતો તથા પતાકાઓ દ્વારા સુશોભન કરાયા હતા. આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. બપોરે પ્રસાદ સહતિના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
વાંકાનેર
બાબાસાહેબની 133 મી જન્મ જયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારના આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચાર સંહિતના કારણે કોઇ રાજકી નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ફોટા પાડવા હાજરજનો ઉત્સુક બન્યા હતા. વાંકાનેર જયભીમ યુવા ગ્રુપ તેમજ અનુ.જાતિ સમાજ દ્વારા તમામ સમાજનાં લોકોએ સહકાર આપ્યો હતો.
 

વિસાવદર
વિસાવદર ખાતે ડો.બાબસાહેબ આંબેડકરની 133 મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી.
વિસાવદર ખાતે જુના બસ સ્ટેન્ડ ચોક ખાતે આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમા ને હાર તોરા કરી  આગેવાનો દ્વારા એક શોભાયાત્રા કાઠવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડયા હતા.

આ તકે વિસાવદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનીષભાઈ રિબડીયા. રમણિકભાઈ દુધાત્રા.રસિકભાઈ પરમાર.મનહરભાઈ .દાફડા.અતુલભાઈ દાફડા. કરશનભાઇ વાદોડરિયા.તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નીતિનભાઈ કપુરીયા.ઉપ.પ્રમુખ અશ્વિન ભાઈ સરધારા. વિપુલ કાવાણી.હરિભાઈ રિબડીય.લલિતભાઈ રિબડીયા.સહિત ના જોડાયા હતા.
 

ચોટીલા
બંધારણનાં ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર ની 133મી જયંતિ નિમિત્તે યાત્રાધામ એવા ચામુંડાધામ ખાતે રામેશ્વર આશ્રમ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. યાત્રામાં બાબા સાહેબની ભવ્ય પ્રતિમાને શહેરનાં મુખ્ય માર્ગો પર ભીમ ભજન કિર્તન ના તાલે જય ભીમના નાદ સાથે ફેરવવામાં આવેલ હતી. ઠેર ઠેર વિવિધ સામાજીક, રાજકીય આગેવાનોએ શોભાયાત્રાનું સ્વાગત કરી પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દલિત સમાજનાં ભાઇઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.

આ પ્રસંગે ભારતનું બંધારણ વિશ્ચભરમાં સર્વશ્રેષ્ઠ છે જેનું આપણે સૌ ને ગૌરવ અપાવ્યું છે તેના ઘડવૈયાની વિચારધારા દરેકે જાણવી સમજવી જોઈએ તેવો આગેવાનોએ સૂર વ્યક્ત કર્યો હતો.
 

ગોંડલ
ગોંડલ ભારતના બંધારણના નિર્માતા, ભારત રત્ન, દેશના પ્રથમ કાયદા મંત્રી અને વિદ્વાન અર્થશાસ્ત્રી, પ્રખર સામાજિક અને રાજકીય લીડર એવા શ્રી ડો.બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિ નિમિતે સમસ્ત મેઘવાળ સમાજ તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિ દ્વારા એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી ભગવતપરા આંબેડકર નગર મેઘવાડ સમાજ ની વાડીએ થી ભવ્ય મહારેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

ગોંડલ ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે યોજાયેલ મહારેલી ને સર્વે સમાજના લોકો દ્વારા રેલી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કડીયાલાઈન ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને સમાજ ના આગેવાનો,તમામ રાજકિય પક્ષના આગેવાનો સામાજિક સંસ્થા ના લોકો દ્વારા ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી.આ તકે કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા, સાંસદ રમેશભાઈ ધડુક,  યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, ક્ષત્રિય અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા - રિબડા,જછઙ ગ્રુપ - 8 ના ઉઢજઙ એમ.ડી. પરમાર ઘોઘાવદર દાસીજીવણ સાહેબની જગ્યાના મહંત શામળદાસ બાપુ, બાંદ્રા ઊગમ સ્થાન મહંત ગોરધનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ સોલંકી, અનિલભાઈ માધડ, ગિરધરભાઈ સોલંકી, દિનેશભાઇ માધડ, જય માધડ, નવીનભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ખીમસૂરિયા, રમેશભાઈ મકવાણા, સચિનભાઈ વિંઝુડા, દિનેશભાઇ પાતર, સહિતના લોકો એ જહેમત ઉઠાવી હતી. તેમજ મહારેલી દરમ્યાન ગોંડલ સીટી એ - બી ડિવિઝન, કઈઇ, જઘૠ, હોમગાર્ડ તેમજ ઝછઇ સ્ટાફ ખડેપગે રહ્યા હતા.
 

જસદણ
જસદણ શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબ ડો ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોકટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે જસદણ શહેરમાં આવેલ આંબેડકર ચોક સ્થિત આદરણીય બાબાસાહેબની પ્રતિમાને વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબે પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા દેશવાસીઓ તેમના અમર કાર્યોને હરહંમેશ આદર અને કૃતજ્ઞતા સાથે યાદ કરશે. આ તકે મંત્રી બાવળીયા તથા રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાધલ પૂર્વ નગર સેવક ગભરૂભાઈ ધાધલ તથા જયેશભાઈ મિયાત્રા ડી કે પરમાર દિનેશભાઈ પરમાર સહીત સમાજના આગેવાનો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વિવિધ આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj