રાજકોટ, તા.24
જામનગરની જી.જી.સરકારી હોસ્પિટલમાં આંતરડામાં થતી અત્યંત દુર્લભ એવા સ્મુધ મસલ (સરળ સ્નાયુ)ની (BENIGN) ગાંઠ (કેન્સરની બિનઝેરી ગાંઠ)ની સારવાર તાજેતરમાં કરવામાં આવી હતી.
જી.જી.સરકારી હોસ્પિટલમાં એમ.એસ. જનરલ સર્જરી વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે શવષ બજાવતા ડો.હેમાંગ દેવેન્દ્રભાઈ દવેએ આંતરડામાં થતી અત્યંત દુર્લભ એવી ગાંઠ (LEIOMYOMA) નિદાન તથા સારવાર કરી સિનિયર સર્જન, ગાઈડ ડો.અમરીશ મહેતા (એમ.એસ) તથા ડો.કેતન મહેતા (એમ.એસ)ના માર્ગદર્શન હેઠળ આ જટિલ સર્જરીનું રિસર્ચ પેપર પણ તૈયાર કર્યું હતું.
આ રિસર્ચ પેપરનો વિસ્તૃત અહેવાલ તથા નોંધ તબીબી- જગતના (I.J.S.R.) ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ જર્નલમાં જાન્યુઆરી-2025ની આવૃત્તિમાં વોલ્યુમ નં.14ના પેઈઝ નંબર 744 થી 746 પર પ્રસિદ્ધ કરતાં ડો.હેમાંગ દવેએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવેલ છે. જે ગૌરવ બદલ તબીબી જગતના તજજ્ઞો સહિતના લોકોએ તેમને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy