ડ્રાઈવર ચા પીવા નીચે ઊતર્યો અને જમ્મૂથી અચાનક જ દોડતી થઈ ગઈ માલગાડી : ડ્રાઈવર વિના 100ની સ્પીડે 83 કિમીની સફર કરી : રેલવેમાં ખળભળાટ મચ્યો, તપાસના આદેશ

India | 25 February, 2024 | 01:44 PM
સાંજ સમાચાર

કઠુવા રેલવે સ્ટેશને માલગાડી કોંક્રીટ લઈને જઈ રહી હતી. આ કોંક્રીટ કઠુઆથી લોડ કરવામાં આવ્યું હતું. જ્યારે ડ્રાઈવર અને કો-ડ્રાઈવર ચા પીવા માટે રોકાયા ત્યારે એન્જિન ચાલુ હતું. આ દરમિયાન સવારે 7:10 કલાકે અચાનક ટ્રેન ચાલુ થઈને આગળ વધવા લાગી હતી. ડ્રાઈવરે ટ્રેનમાંથી ઉતરતા પહેલા હેન્ડબ્રેક જ ખેંચી ન હતી. ટ્રેનને રોકવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. આ પછી આખરે પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને કર્મચારીઓએ દસુહા નજીક ઉચી બસ્સી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ઉચી બસ્સીમાં ચઢાણ હોવાથી ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ અને તે ત્યાં અટકી ગઈ, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યાં સુધીમાં ટ્રેને લગભગ 83 કિલોમીટરનું અંતર કાપી લીધું હતું.

માલગાડી કઠુઆથી રવિવારે સવારે 7 વાગીને 13 મિનિટે લાઇન નંબર 3થી રવાના થઈ, મધુપુર પંજાબથી રેલવે સ્ટેશનથી તે 7: 24 વાગ્યે રવાના થઈ, 7:30 વાગ્યે તે સુજાનપુર રેલવે સ્ટેશન થઈને પસાર થઈ, તે પછી 7:33 વાગ્યે ભરૌલી રેલવે સ્ટેશન પહોંચી. 7: 36 વાગ્યે તે પઠાણકોટ રેલવે સ્ટેશનથી પસાર થઈને 7:47 સુધી કાંધરોરી રેલવે સ્ટેશન પર પહોંચી અને પછી 8:37 વાગ્યે તે ઊંચી બસ્સી પર જઈને રોકાઈ.

સોશિયલ મીડિયા પર યૂઝર્સે ડ્રાઇવરને સસ્પેન્ડ કરવાની માગ કરી જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો ત્યારે એક યુઝરે લખ્યું કે આ એક ચિંતાજનક ઘટના છે જે રેલવે સુરક્ષા પ્રોટોકોલ પર સવાલો ઉભા કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સંપૂર્ણ તપાસની જરૂર છે. અન્ય યુઝરે ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. જ્યારે એક યુઝરે લખ્યું, આ અત્યંત ચિંતાજનક છે. રેલવે મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. અકસ્માતો અટકતા નથી.

સમગ્ર મામલો શું છે ?
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. ડ્રાઇવરે જમ્મુના કઠુઆમાં માલસામાન ટ્રેન નંબર 14806R રોકી હતી. અહીં ડ્રાઈવર ટ્રેનમાંથી નીચે ઉતરીને ચા પીવા ગયો હતો. આ દરમિયાન, ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને ઝડપથી દોડવા લાગી હતી. અહેવાલો અનુસાર કઠુવા રેલવે સ્ટેશન નજીકના સૂત્રોનું કહેવું છે કે, માલગાડી કોંક્રીટનું વહન કરી રહી હતી. આ કોંક્રિટ કઠુઆથી લોડ કરવામાં આવ્યું હતું. જ્યારે ડ્રાઈવર(લોકો પાયલટ) અને કો-ડ્રાઈવર ચા પીવા માટે રોકાયા ત્યારે એન્જિન ચાલુ રહી ગયું હતું. જેથી સવારે 7:10 કલાકે અચાનક ટ્રેન આગળ વધવા લાગી હતી. સૂત્રોનું કહેવું છે કે, ડ્રાઈવરે ટ્રેનમાંથી ઉતરતા પહેલા હેન્ડબ્રેક જ ખેંચી ન હતી.

જ્યારે ડ્રાઈવરે ટ્રેનને જતી જોઈ તો તેના હોશ ઉડી ગયા
આ ઘટના બાદ જ્યારે ડ્રાઈવરે જોયું કે ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને આગળ વધવા લાગી છે તો તેના હોશ ઉડી ગયા. આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. આ પછી આખરે પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને કર્મચારીઓએ દસુહા નજીક ઉચી બસ્સી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ત્યાં સુધીમાં ટ્રેને લગભગ 83 કિલોમીટરનું અંતર કાપી લીધું હતું.

સદનસીબે આગળ પાટા પર બીજી કોઈ ટ્રેન ન હતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનની માહિતી નથી. રેલવેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને કારણ જાણવા માટે ફિરોઝપુરથી એક ટીમ મોકલવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj