હાપા રોડ ઉપર માતેલા સાંઢની માફક દોડતા ટ્રકે રિક્ષાને ફૂટબોલ કરતા ચાલકનું મોત

Local | Jamnagar | 20 April, 2024 | 02:52 PM
સાંજ સમાચાર

જામનગર તા.20
જામનગર નજીક હાપા રોડ પર આજે સવારે પુરપાટ ઝડપે આવી રહેલાં એક ટ્રકચાલકે ઓટો રિક્ષાને હડફેટે લેતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે રોડ પર લોકોના ટોળાં એકત્ર થયા હતાં. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ અકસ્માતના બનાવની જાણવા મળતી વધુ વિગત અનુસાર જામનગર-હાપા રોડ પર આજે સવારે જીજે-10-ટીઝેડ-2253 નંબરની ઓટો રીક્ષાચાલક પોતાની રીક્ષા લઇને પસાર થઇ રહ્યો હતો દરમિયાન પૂરઝડપે આવી રહેલાં એક ટ્રકના ચાલકે બેફિકરાઇપૂર્વ પોતાનો ટ્રક ચલાવી રીક્ષાને હડફેટે લેતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માતા સર્જાતા રીક્ષા પલ્ટી મારી ગઇ હતી અને રીક્ષાનો કડૂસલો બોલી ગયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે બનાવ સ્થળે લોકોના ટોળાં એકત્ર થયાં હતાં. અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક ચાલક પોતાનું વાહન મુકી બનાવ સ્થળેથી નાશી ગયો હતો. 

સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃત્તદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવવા સહિતની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃત્તકની ઓળખ મેળવવા અને નાશી ગયેલા અજાણ્યા ટ્રક ચાલકને શોધવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj