એસટી બસના વ્હિલ નીચે પેસેન્જર વિદ્યાર્થીનો પગ કચડી નાખ્યાના ગુનામાં ચાલકને 6 માસની કેદની સજા

Crime | Rajkot | 18 May, 2024 | 04:25 PM
હલેન્ડા ગામથી બીસીએ વિદ્યાર્થી તેજસભાઈ બરવાળીયા રાજકોટ ખાતે કોલેજ આવવા બસમાં ચડે તે પહેલાં જ ચાલકે બસ હંકારી મુકતા અકસ્માત સર્જાયો હતો
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
એસટી બસ ચાલકે બેદરકારી દાખવી પેસેન્જર વિદ્યાર્થીનો પગ કચડી નાખ્યાના ગુનામાં બસ ચાલક ઝાલાભાઈ તેજાભાઈ બાંભવા (રહે. જસદણ)ને રાજકોટની કોર્ટે 6 માસની સજા ફટકારી છે.

કેસની વિગત મુજબ, ફરીયાદી હલેન્ડાના તેજસભાઈ તુલસીભાઈ બરવાળીયાએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં બીસીએનો અભ્યાસ કરતા હોય, ગઈ તા.9/9/21 ના રોજ કોલેજ જવા હલેન્ડાના બસ સ્ટોપ ખાતે જસદણ - રાજકોટ લોકલ એસ.ટી.બસમાં ચડતા હતા ત્યારે એસ.ટી.બસના ચાલકે બસ ચાલુ કરી દીધેલી. જેથી તેઓનો ડાબો પગ આ બસના ટાયર હેઠળ કચડાઈ ગયેલ. તેઓને સારવાર માટે જી.ટી.શેઠ હોસ્પિટલમાં લઈ ગયેલા. વધુ સારવાર માટે દોશી હોસ્પિટલ ત્યાંથી, મંગલમ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવેલ. આજીડેમ પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી કરી હતી. કેસ  ચાલતા સરકાર પક્ષે થયેલી દલીલો અને રજૂ રાખેલ વિવિધ ચુકાદા ધ્યાને લઇ બીજા એડી. જ્યુડી. મેજી. ફ.ક.એ આરોપી ઝાલાભાઈ બાંભવાને તકસીરવાન ઠેરવી, 6 માસની સાદી કેદની સજા અને રૂ.1000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ પૂજાબેન જોશી રોકાયેલા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj