તૃણમુલ કોંગ્રેસના ફરાર નેતા શાહજહાં શેખ પર ઇડીના દરોડા

India, Politics | 23 February, 2024 | 02:57 PM
સાંજ સમાચાર

કોલકતા, તા.23
પશ્ચિમ બંગાળમાં સસ્તા અનાજ વિતરણના કૌભાંડ મામલે આજે ફરી વખત ઇડી દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તૃણમુલ કોંગ્રેસના ફરાર ધારાસભ્ય શાહજહાં શેખના 6 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. શાહજહાં શેખ સામે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારના પણ આરોપ છે.

એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (ઇડી) દ્વારા શાહજહાં શેખને ગઇકાલે જ સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને 29મીએ પેશ થવા ફરમાન કરવામાં આવ્યું હતું તેના બીજા જ દિવસે કેન્દ્રીય એજન્સીએ દરોડા પાડ્યા હતાં.

પશ્ચિમ બંગાળમાં જોરદાર વિવાદ સર્જનાર સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કેસમાં પણ તૃણમુલ કોંગ્રેસના નેતા સામે આરોપ છે. આ સાથે બે પ્રકરણમાં તેના પર ભીંસ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj