તામિલનાડુના એક કેસમાં સુપ્રીમનું નિરીક્ષણ કેજરીવાલ માટે ચિંતા લાવી શકે

ED ના સમન્સને સન્માન આપવું જરૂરી: સુપ્રીમ કોર્ટ

India | 28 February, 2024 | 02:30 PM
પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ કલમ 50 મુજબ અપાયેલુ સમન્સમાં કોઈપણ વ્યક્તિને બોલાવવાની ઈડીને સતા છે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા શરાબકાંડ મુદે એન્ફોર્સમેન્ટ વિભાગના આઠ-આઠ સમન્સની અવગણના કરવામાં આવી રહી છે તે સમયે સુપ્રીમ કોર્ટે એક અન્ય કેસમાં કરેલુ નિરીક્ષણ કેજરીવાલ માટે મુશ્કેલી બની શકે છે.

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના એક આદેશ વિરુદ્ધ ઈડીની અરજી સમયે ન્યાયમૂર્તિ બેલા એમ.ત્રિવેદી તથા ન્યાયમૂર્તિ પંકજ મિતલની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટની ધારા 50 હેઠળ ઈડી જો કોઈને સમન્સ મોકલે તો તે સમન્સને માન આપીને ઈડી સમક્ષ હાજર થવુ જરૂરી બનશે અને ઈડીની પુછપરછનો સામનો કરવો પડશે.

તામિલનાડુમાં રેત ખનન ગોટાળામાં ઈડીએ પાંચ જીલ્લા કલેકટરોને સમન્સ મોકલ્યા હતા જેની સામે મદ્રાસ હાઈકોર્ટે સ્ટે આપતા ઈડીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

તે અંગે સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે જણાવ્યું કે આ કાનૂન હેઠળ થતી કાર્યવાહી સમયે ઈડી તમે કોઈપણ વ્યક્તિને પુરાવા રજુ કરવા અથવા પુછપરછ માટે હાજર થવા બોલાવી શકે છે અને જેના નામે સમન્સ ઈશ્યુ થયુ હોઈ તેને હાજર થવું જરૂરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj