સૂર્યની ગરમીને જરૂરતથી વધુ શોષી રહી છે ધરતી, પરિણામે તાપમાનમાં થતો વધારો

India, Off-beat | 26 February, 2024 | 05:28 PM
જલવાયુમાં પણ અનેક પરિવર્તનો આવ્યા, સમુદ્રના જલસ્તરમાં થયો વધારો: નાસાનો ચોંકાવનારો દાવો
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.26
નાસાએ દાવો કર્યો છે કે પૃથ્વી સુરજના કિરણોને જરૂરતથી વધુ શોષિત કરવા લાગી છે જેથી તાપમાનમાં વધારો અને સમુદ્રનું જલ સ્તર વધી રહ્યું છે. નાસાના કલાઉડ એન્ડ ધી અર્થ રેડીએન્ટ એનર્જી સીસ્ટમ અને એનર્જી બેલેન્સ્ડ એન્ડ ફિલ્ડના ડેટામાંથી આ જાણકારી બહાર આવી છે.

વર્ષ 2023 દરમિયાન પૃથ્વીના અવશોષિત સૌર વિકિરણમાં મહત્વના ઉતાર ચડાવ જોવા મળ્યા છે. ફેબ્રુઆરી, માર્ચ અને ડિસેમ્બર 2023માં તેમાં વૃદ્ધિ થઈ છે. ડેટાનું વિશ્લેષણ પૃથ્વીના ઉર્જા સંતુલનમાં ચાલી રહેલા પરિવર્તનોના બારામાં જાણકારી આપે છે. ડેટા અનુસાર ગત વર્ષની શરૂઆત પૃથ્વીના સૌર વિકિરણ શોષણમાં જોરદાર વૃદ્ધિની સાથે થઈ.

ફેબ્રુઆરીમાં તે 3.9 વોટ પ્રતિ વર્ગ મીટરે પહોંચી ગઈ અને માર્ચમાં તે વધીને 6.2 વોટ પ્રતિ વર્ગ મીટર થઈ ગઈ. આથી ખબર પડે છે કે સૂર્યના કિરણોને પૃથ્વી વધુ શોષી રહી છે. ઉર્જા અસંતુલનના કારણે દક્ષિણ એશિયાઈ અને આફ્રિકી દેશોમાં તાપમાનમાં ભારે વધારો થશે.

છેલ્લા બે વર્ષમાં વધુ વધારો: નાસાએ વર્ષ 2000થી 2023 સુધીના સમયગાળાના આંકડાનું વિશ્લેષણ કર્યુ છે. આ આંકડા અનુસાર વર્ષ 2011, 2017, 2022 અને 2023માં શોષિત સૌર વિકિરણમાં વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2001 અને 2014માં સૌર શોષણમાં ઘટાડો નોંધાયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj