દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ભૂકંપના આંચકાથી લોકો ગભરાઇ ગયાં હતાં. જોકે સારી બાબત એ છે કે ભૂકંપના કારણે જીવન અને સંપત્તિને કોઈ નુકશાનની થઈ નહોતી. સવારે લગભગ 5:37 મિનિટે 4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
પરંતુ આંચકા ખૂબ જ ઝડપથી અનુભવાયા હતાં. તે જ સમયે, નેશનલ સેન્ટર ફોર સિસામોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દિલ્હીમાં ધૌલા કુંઆ હતું. બીજી બાજુ, ધૌલા કુંઆમાં એક પાર્કનાં કર્મચારીએ દાવો કર્યો છે કે આજે સવારે આવેલાં 4 ની તીવ્રતાના ભૂકંપથી પાર્કમાં 20-25 વર્ષ જુનું ઝાડ પડી ગયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy