આર્થિક સંકટ: સ્પાઇસ જેટ 1400 કર્મચારીઓની છટણી કરશે

India | 12 February, 2024 | 04:50 PM
સાંજ સમાચાર

મુંબઇ, તા.22
આર્થિક સંકટનો સામનો કરતી એપ્લાઇન્સમાં હવે છટણી શરૂ થશે. કંપનીઓ સ્ટાફમાં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત 1400 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. ખર્ચ ઘટાડવા તથા ઇન્વેસ્ટરોનો ભરોસો જીતવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્પાઇસ જેટ હાલ 30 વિમાનોનું સંચાલન કરવા સાથે 9000 કર્મચારીઓ ધરાવે છે. ધરખમ ખર્ચને કારણે કંપની આર્થિક સંકટમાં હોવાની ચર્ચા હતી. કંપનીને પગાર ખર્ચ જ 60 કરોડને આંબી જવાને પગલે સ્ટાફ સેટઅપમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. સ્પાઇસજેટે સ્ટાફ ઘટાડાની વાતને સમર્થન આપ્યું હતું.

સૂત્રોએ કહ્યું કે કર્મચારીઓને છટણીના મેસેજ આપવાનું શરૂ કરી દેવાયું છે. કેટલાક મહિનાઓથી પગાર ચુકવણીમાં પણ મોડું થતું રહ્યું હતું અનેકને જાન્યુઆરી મહિનાના પગાર પણ હજુ મળ્યા નથી. સ્પાઇસજેટ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે રૂા.2200 કરોડનું ફંડ મેળવવાની પ્રક્રિયા જારી છે પરંતુ અમુક ઇન્વેસ્ટરોનો પ્રતિસાદ ઠંડો છે. જો કે, તેમાં કોઇ ઢીલ નથી અને યોજના મુજબ પ્રક્રિયા આગળ ધપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં સ્પાઇસજેટ 018 વિમાનોનો કાફલો ધરાવતી હતી અને 16 હજાર કર્મચારીઓ હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj