હવે ‘મન કી બાત’ને ચૂંટણી બ્રેક: માર્ચના પ્રથમ પખવાડિયામાં એલાન

India, Politics, Lok Sabha Election 2024 | 26 February, 2024 | 11:25 AM
કેન્દ્રીય મંત્રીનો પણ ઈશારો-એપ્રિલમાં ચૂંટણી
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.26
ભારતમાં લોકસભા ચૂંટણીનાં ઢોલ વાગવા લાગ્યા છે.માર્ચનાં પ્રથમ પખવાડીયામાં ચૂંટણીનું એલાન થવાની અટકળો છે જ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લોકપ્રિય કાર્યક્રમ ‘મનકી બાત’માં ત્રણ મહિનાનો ચૂંટણી બ્રેક લેવાનું જાહેર કરતાં અટકળો વધુ દ્રઢ બની છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રીએ પણ ઝારખંડને અનુલક્ષીને ચૂંટણી એપ્રિલમાં યોજવાનો ઈશારો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલનાં મન કી બાત કાર્યક્રમમાં હવે ત્રણ મહિનાનો ચૂંટણી બ્રેક જાહેર કર્યો હતો. મન કી બાત’ કાર્યક્રમ લોકોનો લોકો માટે અને લોકો દ્વારા હોવાનું જાહેર કરતા તેઓએ નવી ચૂંટણીમાં સળંગ ત્રીજી જીત મેળવવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનો 111 મો એપિસોડ પેશ કરવાનું કહ્યું હતું.

આ દરમ્યાન દેશનો વિકાસ નહિં જ અટકે અને લોકોએ ‘મન કી બાત’ હેથટેગ સાથે સોશ્યલ મિડિયા પર પ્રચાર ચાલૂ રાખવાનું સુચવ્યુ હતું. નવી ચૂંટણીમાં પ્રથમ વખત યુવા મતદારોને ભરચકક મોટા પ્રમાણમાં મતદાન કરવાનું આહવાન કર્યું હતું.

લોકસભા ચૂંટણી પૂર્વે વડાપ્રધાન મોદીનાં ‘મન કી બાત’ નો આ ચૂંટણી બ્રેક સુચક છે. આવતા મહિનાના પ્રારંભ કે પ્રથમ પખવાડીયામાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ જવાનું નિશ્ચિત ગણવામાં આવે છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને તેલંગણાનાં ભાજપના અધ્યક્ષ જી.કિશન રેડ્ડીએ લોકસભા ચૂંટણી એપ્રિલમાં યોજાવાનો દાવો કર્યો હતો. જોકે તેઓએ આ વિધાન કદાચ તેલંગાણાને અનુલક્ષીને કર્યાનું મનાય છે. તેઓએ ભાજપ કાર્યકરો ચૂંટણી માટે સજજ રહેવાનું આહવાન કર્યું હતું.

ભાજપની વિજય સંકલ્પ યાત્રાને સંબોધતા તેઓએ કહ્યું કે હૈદરાબાદની બેઠક પણ જીતવાની છે અને રાજયની તમામ 17 બેઠકો પર વિજય વાવટો ફરકાવવાનો છે.બીઆરએસને મત આપવાનું નિરર્થક બનવાનો દાવો કરતા તેઓએ કહ્યું કે, તેને કેન્દ્રમાં સરકાર બનાવવાની કોઈ તક નથી. કોંગ્રેસ પાસે દેશને આગળ લઈ જવા કોઈ નેતા નથી. લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી દેશ છોડી દેશે તેવો પણ દાવો કર્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj