અમારા ત્રીજા કાર્યકાળમાં વીજળી બિલ થઈ જશે ઝીરો: ઉત્તરાખંડમાં મોદીની રેલીમાં મોટી જાહેરાત

India, Politics | 02 April, 2024 | 03:51 PM
ઉત્તરાખંડને અમારે વિકસીત રાજય બનાવવાનું છે, તેમાં કેન્દ્ર સરકાર કોઈ કસર છોડવા નથી માંગતી: અમારા ત્રીજા કાર્યકાળમાં ભષ્ટ્રાચાર પર થશે જોરદાર પ્રહાર, આવનારા પાંચ વર્ષમાં દેશહિતમાં મોટા નિર્ણયો લેવાશે: પી.એમ.
સાંજ સમાચાર

ઉધમસિંહનગર,તા.2
રૂદ્રપુરમાં વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ઉત્તરાખંડને આપણે વિકસિત કરવાનું છે અને તેમાં કેન્દ્ર સરકાર કોઈ કસર છોડવા નથી માંગતી આ સાથે મોદીએ મોટી જાહેરાત કરી હતી કે અમારા ત્રીજા કાર્યકાળમાં આપને 24 કલાક વીજળી આપશું.

એટલે જ નહીં, વીજળી બિલ શૂન્ય કરી નાખશું, અને વીજળીથી તમને કમાણી પણ લેશે.વડાપ્રધાને પીએમ સૂર્ય ઘર મુકત વિજળી બિલ યોજનાના સંદર્ભમાં આ વાત કરી હતી,વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં બે એમા છે. અમે લોકો ઈમાનદારી તરીકે બીજી બાજુ પ્રિણામાફી તેઓ ધમકી અને ગાળો દઈ રહ્યા છે.અમે કહી રહ્યા છીએ કે ભષ્ટ્રાચાર હટાવો, તેઓ કહી રહ્યા છે.

ભષ્ટ્રાચારી બચાવો.મોદી દેશનો અવાજ સાંભળે છે મોદીને કેટલી ગાળો, ધમકીઓ આપવામાં આવે પણ મોદી ડરનાર નથી. મોદીએ કહ્યુ હતું કે ત્રીજા કાર્યકાળમાં ભષ્ટ્રાચાર પર જોરદાર પ્રહાર થશે.આ બનારા પાંચ વર્ષ દેશના હિતમાં મોટા નિર્ણયોના હશે.વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધના કહ્યું હતું કે કોંગ્રેસમાં ભારતીયના ટુકડા કર્યા.કોંગ્રેસે તમિલનાડુ પક્ષે સમુદ્રમાં દ્રીપ ભારતનો ભાગ લેવા છતાં શ્રીલંકાને આપી દીધો.

મોદીએ જણાવ્યું હતું કે, હું જયારે પણ ઉત્તરાખંડની પવિત્ર ધરતી પર આવું છું તો ખુદને ખૂબ જ ધન્ય અનુભવું છું.મોદીએ રૂદ્રપુરમાં ઉમરેલી જનસભાને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે 10 વર્ષમાં ઉત્તરાખંડનો જેટલો નિકાસ થયો એટલે આ જ સુધી કયારેય નથી થયો.

મેદાનમાં પંડાલ પણ નાનો પડયો હતો. જેથી પંડાલની બહાર તડકામાં ઉભેલી ભીંડને જોતા મોદીએ કહ્યું હતું કે અમારી વ્યવસ્થામાં કંઈક કમી સહી ગઈ તેના માટે હું ક્ષમા માગું છું પણ હું વિશ્ર્વાસ આપું છું કે તડકામાં તપવાની આપતી તપસ્યા બેકાર નહીં જવા દઉં.તેને વિકાસ કરી પાછી વાળીશ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj