બોર્ડના પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં ઝેરોક્ષની સાથે ઈલેકટ્રોનિકસ ગેઝેટસની દુકાનો પણ બંધ રાખવા આદેશ

Saurashtra | Rajkot | 27 February, 2024 | 04:48 PM
વિદ્યાર્થીઓ અને પરીક્ષા કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ પરીક્ષા ખંડમાં મોબાઈલ-ઘડીયાળ કે યંત્રો સાથે રાખી શકશે નહીં: 4થી વધુ વ્યકિતઓને એકત્રિત થવા પર પ્રતિબંધ: અધિક કલેકટર ગાંધીનું જાહેરનામું: તા.11 માર્ચથી લાગુ પડશે
સાંજ સમાચાર

રાજકોટ તા.27
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર હોય આ પરીક્ષા રાજકોટ શહેર જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર તેમજ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

જે અંતર્ગત અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ સી.એચ. ગાંધીએ આજે જાહેરનામું પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર-જીલ્લાના બોર્ડના પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારોમાં ઝેરોક્ષની દુકાનો સાથે, ઈલેકટ્રોનીકસ ગેઝેટની દુકાનો આ પરીક્ષા દરમ્યાન બંધ રાખવાનો આદેશ કરી દીધો છે.

ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા તા.11 માર્ચથી 26 માર્ચ દરમ્યાન લેવામાં આવનાર હોય આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારોમાં ચાર કરતા વધુ વ્યકિતઓને એકત્રીત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. તેમજ પરીક્ષા દરમ્યાન સભા-સરઘસ પર પણ પ્રતિબંધ મુકાયો છે. પરીક્ષા દરમ્યાન ઝેરોક્ષ કે અન્ય કોઈ રીતે ગેરરીતિ કરવા કોપીંગ જેવા કૃત્ય ન થાય તે માટે આ જાહેરનામું લાગુ કરાશે.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધીએ આ જાહેરનામામાં વધુમાં જણાવ્યું છે કે, આ પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોબાઈલ, ઘડીયાળ કે યંત્રો સાથે પરીક્ષા ખંડોમાં જઈ શકશે નહીં આ જાહેરનામાનો ભંગ કરનારાઓ શિક્ષાને પાત્ર થશે. ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળના વ્યકિતને, લગ્નના વરઘોડાને કે સ્મશાન યાત્રાને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj