49માંથી 40 બેઠકો એનડીએ પાસે હોવાથી ભાજપ પાસે અત્યંત મહત્વનો તબક્કો

લોકસભાની ચૂંટણીનાં પાંચમા તબકકામાં 49 બેઠકો પર ઉત્સાહપૂર્ણ મતદાન

India, Politics, Lok Sabha Election 2024 | 20 May, 2024 | 12:16 PM
♦ અક્ષયકુમાર, જાહનવી કપુર, સાન્યા મલ્હોત્રા, આરબીઆઈ ગવર્નર સહિતની હસ્તીઓએ કર્યું વોટીંગ
સાંજ સમાચાર

♦ પીયુલ ગોયેલ, રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, રોહીણી આચાર્ય, ઉમર અબ્દુલ્લા, સહિતની દિગ્ગજ હસ્તીઓનું ભાવિ ઈવીએમમાં કેદ: પાંચમા તબકકાની ચૂંટણીમાં કુલ 695 ઉમેદવારો મેદાનમાં

નવી દિલ્હી,તા.20

લોકસભા ચૂંટણી 2024 ના પાંચમા ચરણની ચૂંટણીનું મતદાન આજ સવારથી શરૂ થઈ ગયુ છે. 8 રાજયો અને 2 કેન્દ્ર શાસીત પ્રદેશોની 49 સીટો પર આજે વોટીંગ શરૂ થયુ છે. આ તબકકામાં ઉતર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓરિસ્સાની 5, બિહારની 5, ઝારખંડની 3, જમ્મુ-કાશ્મીરની 1 અને લદાખની 1 સીટ પર મતદાન થઈ રહ્યું છે.

આજે પાંચમા ચરણમાં બોલિવુડ સહીત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ વોટીંગ કર્યું હતું. અક્ષયકુમાર, જાહનવી કપુર, સાન્યા મલ્હોત્રા સહીતનાએ મતદાન કર્યું હતું. પાંચમા ચરણમાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહીણી આચાર્ય, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાહ અને પિયુષ ગોયેલ જેવા અનેક દિગ્ગજો સામેલ છે.

બોલીવુડની હસ્તીઓએ કર્યું મતદાન:
આજે મુંબઈમાં મતદાન દરમ્યાન સવારે બોલીવુડની અનેક હસ્તીઓએ મતદાન કર્યું હતું. એકટર અક્ષયકુમાર, અભિનેત્રી જહાનવી કપુર, એકટર ડાયરેકટર ફરહાન અખ્તર, અને ડાયરેકટર ઝોયા અખતરે મતદાન કર્યું હતું.

રાયબરેલીમાં ભાજપના દિનેશ પ્રતાપસિંહ સામે રાહુલ ગાંધી:
ઉતરપ્રદેશની હોટસીટ કહેવાતી રાયબરેલીમાં ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો મુકાબલો છે.

વોટ નાખવા આવ્યા ઉજજવલ નિકમ:
મુંબઈ ઉતર મધ્ય લોકસભા સીટના ભાજપનાં ઉમેદવાર ઉજજવલ નિકમે જણાવ્યું હતું કે પહેલા હું મંદિરે જઈશ પછી વોટીંગ કરીશ. બીજી બાજુ રામજન્મભૂમિ અયોધ્યામાં ફૈઝાબાદ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે પોતાનો વોટ નાખ્યો હતો.

હું વિકસીત ભારત જોવા માંગુ છું: અક્ષયકુમાર
બોલીવુડ એકટર અક્ષયકુમારે મતદાન શરૂ થયાના કેટલાંક સમય બાદ મતદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું વિકસીત ભારત જોવા માંગુ છું.મે આ વાતને ધ્યાને રાખી વોટીંગ કર્યું છે.

કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉતર લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર પીયુષ ગોયલે પણ મતદાન કર્યુ તો દક્ષિણ મુંબઈનાં ઉદ્ધવ બાલ ઠાકરે શિવસેનાનાં ઉમેદવાર અરવિંદ સાવંતે પણ મતદાન કર્યું હતું. ઉતર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રિમોએ લખનૌમાં મતદાન કર્યું હતું.

પાંચમા ચરણમાં કરોડપતિ ઉમેદવાર:
લોકસભા ચૂંટણી 2024 માં 227 કરોડપતિ ઉમેદવારો છે. તેમાં ભાજપનાં 36, કોંગ્રેસનાં 15 અને સમાજવાદી પાર્ટીનાં 10 એવા ઉમેદવારો છે. જેમની સંપતિ કરોડોમાં છે.કેટલાંક ઉમેદવારની સરેરાશ સંપતિ 3.56 કરોડ રૂપિયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj