ભવનાથ મેળાની વ્યવસ્થાનું એસ.પી., ડીવાયએસપીએ નિરીક્ષણ કર્યુ

JUNAGADH : મેળામાં માત્ર 1500 જેટલી રીક્ષાઓને એન્ટ્રી : પાંચ ઝોનમાં વ્યવસ્થા ગોઠવાઇ

Gujarat | Junagadh | 28 February, 2024 | 11:37 AM
પીજીવીસીએલની 24 ટીમોની રાઉન્ડ ધ કલોક કામગીરી : અનેકવિધ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત : બોંબ ડિસ્પોઝલ સ્કવોર્ડ તૈનાત
સાંજ સમાચાર

જુનાગઢ, તા. 28
આગામી તા. 5 માર્ચથી 8 માર્ચ સુધી પરંપરાગત મહાશિવરાના મેળાને લઇને ગત સાંજના જુનાગઢ એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા ઉપરાંત પોલીસ જવાનો દ્વારા ભવનાથ ખાતે ફુટ પેટ્રોલીંગ કર્યુ હતું. મેળામાં 4 દિવસ દરમ્યાન લાખો ભાવિકોની અવરજવર થવાની હોય તેમની સલામત સુરક્ષા જાળવવા માટે પ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

ભવનાથ તળેટીમાં યોજાનાર મેળામાં કાયદો વ્યવસ્થા જાળવવા યાત્રીકોની સુરક્ષામાટે ખાસ ફુટ પેટ્રોલીંગ એસપી  હર્ષદ મહેતા ખુદે કર્યુ હતું. પાંચ ઝોનમાં ભવનાથ ઝોન, શહેરી ઝોન, ગિરનાર ઝન, રૂપાયતન ઝોન અને દામોદર કુંડ ઝોન પર પોલીસને ફરજ સોંપવામાં અવાશે.

એસ.પી. હર્ષદ મહેતા ના જણાવ્યા મુજબ યાત્રીકોને કોઇ જ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફીક પોઇન્ટનું નિરીક્ષણ કરીને રસ્તાને ડાયવર્ઝન કરવા તેના માટે કેવી રીતે કયાં કયાં સાઇડ બોર્ડ મુકવા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ભવનાથમાં વિવિધ ધાર્મિક સ્થળોએ ચેકીંગ કરાયું હતું. ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.શંકાસ્પદ શખ્સો સામે બાજનજર રાખવામાં આવી રહી છે. 

જુનાગઢ શહેર જિલ્લાની વિવિધ હોટલો, ગેસ્ટહાઉસ સહિતમાં ચેકીંગ હાથ ધરાયું છે. વાહનોનું ચેકીંગ સઘન બનાવાયું છે. કાળા કલરવાળા વાહનો, નંબર પ્લેટ વગરના વાહનો ઉપર ધોંસ બોલાવવામાં આવી છે. 

ભવનાથ જવાનું ભાડા પત્રક : કાળવા ચોકથી 100, દિવાનચોથી 58 રૂપિયા, રેલ્વે સ્ટેશનથી 80, એસટી ડેપોથી 70, મજેવડી દરવાજાથી 70, ઉપરકોટથી 55, નીચલા દાતારથી 83, સકકરબાગથી 88, મોતીબાગથી 97, મધુરમ ટીંબાવાડીથી 134 નકકી કરાયા છે. 

એસ.ટી. બસો : મહાશિવરાત્રીના મેળામાં એસ.ટી. દ્વારા અન્ય શહેરોને જોડતા રૂટ પર 190 મળી કુલ ર80 બસો દોડાવાશે. જેમાં જુનાગઢ એસ.ટી. ડેપોથી 90 મીની બસો ભવનાથ દોડશે. 

ટ્રેન : દેશાવરમાંથી આવતા યાત્રીકોને ધ્યાને લઇ જુનાગઢ પહોંચવા આ વર્ષે ચાર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જુનાગઢ અમદાવાદ વચ્ચે એક વધુ ટ્રેન દોડાવવાની માંગ કરાઇ છે. 10 ટ્રેનમાં કોચ વધારાશે.

પીજીવીસીએલ : શિવરાત્રીના મેળાના ચાર દિવસમાં અવિરત 24 કલાક વિજ પુરવઠો જળવાઇ રહે તે માટે જુનાગઢ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પરમારના જણાવ્યા મુજબ પીજીવીસીએલના ર0 એન્જીનીયરો સહિત 28 ટીમો રાઉન્ડ ધી કલોક ત્રણ શીફટમા કાર્યરત રહેશે. આશરે 100 જેટલા લાઇન સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

ભવનાથ વિસ્તારમાંથી પુરવઠો આવવા 51 જેટલા ટ્રાન્સફોર્મર કાર્યરત કરવામાં આવશે જેમાંથી 21 જુના ટ્રાન્ફોર્મર બદલાવી નંખાયા છે. 11 કેવીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. 15 જેટલા હંગામી કનેકશનોની અરજી આવી હોાવનું જણાવાયું છે. 

શિવરાત્રીના મેળામાં સ્થાનિક રીક્ષાઓમાં આરટીઓ દ્વારા દરેક રિક્ષામાં અવેરનેસ સ્ટીકર લગાવાવની ઝુંબેશ શરૂ કરાઇ છે. સાથે દરેક રિક્ષામાં પોલીસના હેલ્પલાઇન નંબર, રીક્ષા ચાલકનું નામ, મોબાઇલ નંબર, રીક્ષા નંબર, લખવામાં આવી રહ્યા છે. રીક્ષા ચાલકના ડોકયુમેન્ટ, લાયસન્સ, પીયુસી, વીમો સહિતની યાદી તૈયારી કરી રીક્ષા પર સ્ટીકર કારવામાં આવી રહ્યા છે. ભાવપત્રક રીક્ષામાં લગાવવામાં આવી રહ્યા જેથી ભાડુ વધારે ન લઇ શકાય. મેળામાં 1500 જેટલી રીક્ષા દોડાવવામાં આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj