આગામી ત્રણ-ચાર દિવસમાં કેજરીવાલની ધરપકડ શકય: પાઠક

કેજરીવાલની ધરપકડ થશે તો પણ કોંગ્રેસ સાથે જોડાણ ચાલુ રહેશે! ‘આપ’નો નવો દાવ

India, Politics, Lok Sabha Election 2024 | 23 February, 2024 | 05:43 PM
અમારા પર કોંગ્રેસ સાથે નહી જોડાવા દબાણ: નહી તો મુખ્યમંત્રી જેલમાં હશે ધમકી મળ્યાનો દાવો
સાંજ સમાચાર

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી માટે દિલ્હી તથા હરિયાણામાં બેઠક સમજુતી માટે સફળ રહ્યા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાત તથા સંભવત પંજાબમાં પણ બાંધછોડ કરીને બેઠક સમજુતી પર જાય તેવા સંકેત છે તે વચ્ચે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ છે કે એન્ફોર્સમેન્ટ વિભાગ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે તો પણ કોંગ્રેસ સાથે સમજુતી યથાવત જ રહેશે.

‘આપ’ના સ્વાસ્થ્યમંત્રી તથા પ્રવકતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગામી ત્રણ-ચાર દિવસમાં ધરપકડની શકયતા છે અને કોંગ્રેસ પર દબાણ છે કે તે ‘આપ’ સાથે સમજુતી કરે તો કેજરીવાલને જેલમાં મોકલી અપાશે.

કારણ કે તેઓ ઈચ્છતા નથી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ થાય. અમોને એવું જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે જોડાણ ન કરે તો કેજરીવાલની ધરપકડ થશે નહી પણ અમો પડકાર ફેકીએ છીએ કે ભલે કેજરીવાલની ધરપકડ થાય પણ કોંગ્રેસ સાથે જોડાણમાં પાછા હઠશું નહી. અમો ગીરફતારી કે ધમકીથી ડરતા નથી અને ઈડી નોટીસ મોકલે તો પણ ડરશું 
નહી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj