ટ્રાવેલ્સના ધંધાર્થીને પૂર્વ પાર્ટનરે જાનથી મારી નાખવાની ધમકી આપી

Crime | Rajkot | 21 May, 2024 | 04:50 PM
ઓફિસે પાર્સલમાં આવેલ કેરીની પેટી પણ ચોરી ગયો, રાજુભાઈ સુખવાણીએ આરોપી રાજેશભાઇ કેશવાણી સામે ફરિયાદ નોંધાવી
સાંજ સમાચાર

રાજકોટ, તા.21
ટ્રાવેલ્સના ધંધાર્થીને પૂર્વ પાર્ટનરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદી રાજુભાઈ ચંદુલાલ સુખવાણી (ઉ.વ.50, રહે. 150 ફૂટ રિંગ રોડ એચ.સી.જી. હોસ્પિટલ સામે કલાઉડ નાઈન એપાર્ટેમેન્ટ)એ જણાવ્યું કે, મોટી ટાંકી ચોક મહાસાગર ટ્રાવેલસની ઓફીસે ટ્રાવેલ્સનો ધંધો કરું છું. હાલે કેરીની સિઝન હોય એટલે જુનાગઢથી જુદી જુદી પાર્ટીની કેરીઓ મારી ઓફીસે આવતી હોય છે.

વધુમાં કહ્યું કે, ગઇ તા 08/05/2024 ના રોજ સાંજના સાડા છએક વાગ્યાની આસપાસ મારી ઉપરોક્ત ઓફીસે મારા જુના ધંધા પાર્ટનર રાજેશભાઇ ચંદુલાલ કેશવાણી આવેલ હતા અને તેઓ સાથે મારે સને 2016 સુધી દુકાન લે-વેચનો તથા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દુકાન લઇ, બંને પેઢીઓ ચલાવતા હતા અને ત્યારબાદ તેનો સ્વભાવ મારી સાથે સેટ ન થતો હોય જેથી અમે બંને સને-2017 મા રાજીખુશીથી બધા ધંધામાથી છુટા પડેલ હતા અને આ રાજેશભાઈ મને અવારનવાર ફોન કરી મારી સાથે કામ ધંધો કરવા મને જણાવતા હતા.

તેઓ ઓફીસે આવી તુ મને તારી સાથે ધંધામા પાર્ટનરમાં રાખ જેથી મે ના પાડતા તેને મને જણાવેલ કે તુ મારી સાથે ધંધામા પાર્ટનર નહિ રે તો હુ તને તથા તારા બંને છોકરા પ્રકાશ તથા યશને જાનથી મારી નાખીશ. તેમ કહીં તે જતો રહેલ. તે જ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ ઓફિસે કેરીની પેટીઓ ત્યા પડેલ હોય અને ત્યા આ રાજેશભાઈ રાત્રીના પોણા આઠેક વાગ્યાની આસપાસ આવીને મારા સ્ટાફના માણસો ત્યા હાજર હોવા છતા કોઈને જાણ કર્યા વગર ત્યાથી એક કેરીની પેટી લઇ ને જતો રહ્યો હતો. પ્ર. નગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj