બધુ જ લોલમલોલ: કલેકટર કચેરીમાં જ ફાયર એક્સટિંગ્વીશર સિલીન્ડરની મુદ્દત ખત્મ: રીન્યુમાં બેદરકારી

Saurashtra | Rajkot | 29 May, 2024 | 04:32 PM
ટીઆરપી અગ્નિકાંડ બાદ કચેરીના 27 સિલીન્ડરની એકસપાયરી ડેઈટ પૂર્ણ થયાની જનરલ શાખા દ્વારા મોડે મોડે આર. એન્ડ બી.ને કરાતી જાણ: બાટલા બદલાતા 20 દિવસનો હજુ સમય લાગશે: પરબમાં પણ પાણી ખલાસ થતા મુલાકાતીઓ હેરાન-પરેશાન
સાંજ સમાચાર

રાજકોટ,તા.29
શહેરના નાનામવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27થી વધુ વ્યકિતઓના મોત થતા રાજકોટ સહિત રાજયભરમાં ગમગીની સાથે આ ઘટનાએ ખાસ્સી ચર્ચા જગાવી દીધી છે. આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની બેદરકારી ખુલ્લી પડયા બાદ રાજય સરકાર દ્વારા હવે ધડાધડ પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવેલ છે.

જેમાં શાળા, કોલેજો, મોલ, કોમ્પ્લેક્ષો, સહિતના બિલ્ડીંગોમાં અગ્નિશામક સાધનો અને ફાયર એનઓસી છે કે કેમ? તેની વિગતો મગાવવાનું જે તે વિભાગો પાસેથી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ખુદ કલેકટર કચેરીમાં જ ફાયર એક્સટિંગ્વીશર સીલીન્ડરની મુદ્ત ગત તા.20/5ના પૂર્ણ થયાનું ખુલ્યું છે. આ અંગેની જાણ કલેકટર કચેરીની જનરલ શાખા દ્વારા આર એન્ડ બીને ટીઆરપી અગ્નિકાંડ બાદ કરવામાં આવી હતી.

ફાયર એક્સટિંગ્વીશર સિલીન્ડરના રીન્યુઅલમાં વિલંબ થતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થવા પામેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીમાં ફાયર સિસ્ટમ જે નાખવામાં આવેલ છે જે સેન્ટ્રલ સિસ્ટમ છે. પરંતુ અત્યાર સુધીમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવાની જરૂરત પડી નથી. પણ હાલ આ સિસ્ટમના હોર્સ પાઈપ પણ યોગ્ય ચાલતા હોય તેવું જણાયું નથી. કલેકટર કચેરીમાં દરેક માળે બે-બે હોર્સ પાઈપ નાખવામાં આવેલ છે.

તેમજ કચેરીના દરેક ફલોર ઉપર ફાયર એક્સટિંગ્વીશરના બે બે સિલીન્ડર મુકવામાં આવેલ હોય આખી કચેરીમાં આવા સિલીન્ડરોની સંખ્યા 20 જેટલી છે. આ કચેરીના ગ્રાઉન્ડ ફલોર પર જયાં ઘોડીયાઘર કાર્યરત કરાયું છે ત્યાં પણ એક પણ સિલીન્ડર નખાયેલ નથી. જો કે કલેકટર કચેરીના આ ફાયર સિસ્ટમના તમામ સિલીન્ડરોની એકસપાયરી ડેઈટ તા.25ને 2024 હતી. જેના રીન્યુઅલમાં ભારે વિલંબ કરાતા આ અંગે પ્રશ્નો ઉઠયા છે.

આ સંદર્ભે આર એન્ડ બીના વિપુલ વાઘેલાએ જણાવ્યું હતું કે કલેકટર કચેરીના તંત્ર દ્વારા આ અંગે તેઓને ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ કલેકટર કચેરીના અગ્નિશામકના સિલીન્ડરોની મુદત પૂર્ણ થયાની જાણ કરવામાં આવી હતી.

હવે આ સિલીન્ડરોને ક્રમશ: 20 દિવસમાં બદલવામાં આવશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરીના દરેક ફલોર ઉપર પાણીના પરબ આવેલા છે જેમાંથી અડધા પરબમાં પાણી ખલાસ થતા કલેકટર કચેરીમાં આવતા મુલાકાતીઓ પણ ભારે હેરાન પરેશાન બની રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj