ફફડાટ: પાટીલના સંમેલન સ્થળે પોલીસના ધાડા ઉતારાયા: સઘન ચેકીંગ

Gujarat, Saurashtra, Politics | Jamnagar | 12 April, 2024 | 03:10 PM
સાંજ સમાચાર

રાજયમાં આવેલ લોકસભાની 26 બેઠકો માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ દિવસે જ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ જામનગરની મુલાકાતે આવ્યા છે. તાજેતરમાં રૂપાલના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજપુત સમાજ દ્વારા અનેક વખત દેખાવ કરવાની ઘટના બની ચુકી છે ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બુથ પ્રમુખ અને પેઇઝ પ્રમુખ સંમેલનને નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે ભાજપ ઉપરાંત પોલીસ તંત્રમાં પણ ભારે ફફડાટ જોવા મળ્યો હતો. રાજપુત સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરવા અંદર ન પ્રવેશે તે માટે તકેદારીરૂપે મોટી સંખ્યામાં પોલીસની ફોજ કાર્યક્રમ સ્થળે અને મુખ્યમાર્ગ ઉપર ખડકી દેવામાં આવી હતી.

ઓશવાળ સેન્ટર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અપેક્ષિત લોકોને પ્રવેશ માટે ઓશવાળ સેન્ટરના ઇન્દિરા માર્ગ ઉપરના ગેઇટ ઉપરથી એન્ટ્રી રાખવામાં આવી હતી. અહીં મહિલા પોલીસ કર્મચારી સહિત પોલીસની ટીમ ઉપરાંત ભાજપના આઠથી દસ સિનિયર કાર્યકર્તા અંદર પ્રવેશવા ઇચ્છુક લોકોની ચકાસણી માટે તૈનાત હતા. શંકાસ્પદ લાગતા લોકોની એન્ટ્રી અટકાવવા પોલીસને પણ અગાઉથી સૂચના આપી દેવામાં આવી હતી. આ માર્ગ ઉપરનો એક રસ્તો પણ પોલીસે બંધ કર્યો હતો અને ચાંપતી નજર માંડી હતી. તકેદારીરૂપે ઓશવાળ સેન્ટરનો સંતોષી માતાના મંદિર પાસે આવેલ મુખ્ય ગેઇટ બંધ રાખવામાં આવ્યો હતો. (તસ્વીર: હિતેષ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj