લોઠડામાં કારખાનામાં ચાલતી જુગાર કલબમાં દરોડો : 12 બાજીગરો ઝડપાયા

Crime | Rajkot | 23 February, 2024 | 04:54 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. રર
 

લોઠડા નજીક ગણેશ પ્લાસ્ટીક નામના કારખાનામાં ત્યાં કામ કરતો કર્મચારીએ બહારથી માણસો બોલાવી જુગાર  ચાલુ કર્યો અને આજી ડેમ પોલીસે દરોડો પાડી ઉપલેટા, ધોરાજી પંથકના સહિત 1ર શખ્સોને ઝડપી રૂ.17200ની રોકડ કબ્જે કરી હતી. 

દરોડાની વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.જે.પરમાર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના એએસઆઇ યશવંતભાઇ અને હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇને મળેલ ચોકકસ બાતમીના આધારે લોઠડા ગામે પેટ્રોલ પંપની સામે ગણેશ પ્લાસ્ટીક નામના કારખાનામાં ચાલતા જુગારધામમાં દરોડો પાડી પત્તા ટીંચતા શૈલેષ બાબુ રાઠોડ (રહે. લોઠડા), રમેશ ઉર્ફે કાળુ ગોરધન ચૌહાણ (રહે. ધોરાજી), સુરેશ હરેશ ચૌહાણ, હિતેષ હરેશ ચૌહાણ (રહે. ઉપલેટા ટોલનાકા પાસે), પિન્ટુ ધીરૂ ચૌહાણ (રહે. વૈશાલીનગર શેરી. 4), પરબત જેઠા જોડ (રહે. વૈશાલીનગરની બાજુમાં), અનિલ તુલસી વાળા (રહે. જીજાબાઇ ટાઉનશીપ), મહેશ અમીર ચૌહાણ (રહે. ધોરાજી), કૌશિક બાબુ પરમાર (રહે. લક્ષ્મીનગર શેરી નં.8), વિશાલ અંબાલાલ ઘટાર (રહે. નિર્મલા ફાયર સ્ટેશન કવાર્ટર, કોટેચા ચોક),  ભીખુ મનસુખ રાઠોડ (રહે. શાપર-વેરાવળ)અને સુનિલ અંબાલાલ ઘટાર (રહે.સુર્યકાંત હોટલ પાસે, વિજય પ્લોટ-2)ને દબોચી રૂા. 17200ની રોકડ કબ્જે કરી હતી. 

પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ ગણેશ પ્લાસ્ટીક નામના કારખાનામાં કામ કરતો શૈલેષ રાઠોડ બહારથી માણસો બોલાવી જુગાર કલબ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યુ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj