એલસીબી ઝોન-1 ના પીએસઆઈ બી.વી.બોરીસાગર અને ટીમે બે સગીર સહિત ચાર શખ્સને ઝડપી રૂા.12.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: જ્યારે આજીડેમ પોલીસે એક સગીર સહિત બે તસ્કરને પકડ્યા

ખોખડદળમાં કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બોટાદના તુરખા ગામની ટોળકી ઝડપાઇ

Crime | Rajkot | 10 April, 2024 | 04:21 PM
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કલર કામની મજૂરી કરતી ટોળકીએ અગાઉ કારખાનામાં કર્યું હતું ત્યાં જ ત્રાટકી કિંમતી હાર્ડવેરનો માલ ચોરી બાજુમાં મંદિરની બાજુમાં રિક્ષામાં રાખી દીધો હતો
સાંજ સમાચાર

રાજકોટ. તા.10
 

ખોખડદળમાં કારખાનામાં થયેલ ચોરીનો ભેદ એલસીબી ઝોન-1 ની ટીમે અને આજીડેમ પોલીસે ઉકેલી મૂળ બોટાદના તુરખા ગામના વતની અને હાલ ખોડિયારનગરમાં રહેતાં ત્રણ સગીર સહિત છ શખ્સોને દબોચી કુલ રૂ.12.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે મૂળ રાજસ્થાની અને હાલ સાંઈ બાબા સર્કલ પાસે ઓમકાર સ્કુલ પાસે પ્રવિત્ર એપાર્ટમેન્ટમાં રહેતાં ગોપાલસિંહ રાનસિંહ ભાટી  (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ હાઈ-વે ખોખડદળ નદીના પુલ પાસે આવેલ એન.બી.ઈન્ડ્રસ્ટ્રીઝ શેરી નં.1 માં રાજપુત ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરે છે. જ્યાં મેરેબલ મેટલના હેન્ડલ બનાકારખાનું આવેલ છે ત્યા મજુરી કામ કરૂ છુ અને અમારા કારખાના ઉપર અસલમખાન નામ નો મજુર રહે છે અને અમારે ત્યાજ કામ કરે છે

ગઈ તા.08/04/24 ના રાત્રીના તેઓ ભાગીદાર સાથે કારખાનું બંઘ કરી ઘરે ગયેલ અને ગઈકાલે વહેલી સવારના તેમના મજુરનો ફોન આવેલ અને વાત કરેલ કે, આપણા કારખાનામાં ચોરી થયેલ છે જેથી તેઓ ભાગીદાર સાથે કારખાને પહોંચી તપાસ કરતાં મુખ્ય શર્ટરનું તાળુ તુટેલ જોવામાં આવેલ અને કારખાનામાં પ્રવેશ કરી મેરેબલ મેટલનો કાચો માલ તેમજ તૈયાર માલ ચોરાયેલ જોવામાં આવેલ હતું. જેથી માલનું બિલ જોતા મેરેબલ મેટલ નો કાચો માલ 213 કિલો રૂ.92995 તેમજ 508 કિલો  રૂ.2,51,764, 579 કિલો રૂ.3 લાખ તેમજ સ્ટીલનો તૈયાર માલ 3000 નંગ રૂ.1,41,600 તેમજ 1500 નંગ રૂ.88500 તેમજ 2000 નંગ રૂ.1,41 ,600 તેમજ 1000 નંગ રૂ.94,400 અને ઓફીસના ટેબલ ઉપર પડેલ લેપટોપ-2 રૂ.30 હજાર મળી કુલ રૂ.11,41,475 નો મુદ્દામાલ કોઈ અજાણ્યાં શખ્સોએ કારખાનામાં ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.

બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસ સહિત એલસીબી ઝોન-1 ની ટીમે તપાસમાં ઝંપલાવી પીએસઆઈ બી.વી.બોરીસાગર અને ટીમે તપાસ હાથ ધરતાં સાથેના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજ પટગીર અને સત્યજીતસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરીના બનાવનો ભેદ ઉકેલી નિલેશ લાખા બલીયા (ઉ.વ.21), અનિલ લાખા બલીયા અને બે સગીર (રહે. તમામ ખોડીયારનગર, 80 ફૂટ રોડ) ને દબોચી મેરેબલ મેટલનો કાચો માલ સહિત ચોરી થયેલ તમામ રૂ.11.41 લાખનો મુદ્દામાલ અને એક રીક્ષા મળી કુલ રૂ.12.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે આજીડેમ પોલીસની ટીમે ચોરીના બનાવમાં સામેલ ધાર્મિક અને એક સગીરને દબોચી લીધાં હતાં.વધુમાં બનાવ અંગે એલસીબી ઝોન- 1 ના પીએસઆઈ બી.વી.બોરીસાગરે જણાવ્યું હતું કે, ચોરી કરનાર મૂળ બોટાદના તુરખા ગામના વતની છે અને અહીં તેઓ કલરકામની મજૂરી કામ માટે આવ્યા હતાં. જેમાં તેઓ હાર્ડવેરના કારખાનામાં અગાઉ કલરકામ માટે આવેલા હોવાથી ત્યાં કિંમતી માલસામાન હોવાની તેઓ પાસે માહિતી હોવાથી ત્યાંથી ચોરી કરી બાદમાં રીક્ષા બાજુમાં સહજાનંદમાં આવેલ એક મંદિરની બાજુમાં રીક્ષા મૂકી કામધંધે ચડી ગયાં હતાં.

♦ તસ્કર અનિલ બલિયાએ લીધેલ એક્સેસના 
હપ્તા ચડી જતાં ચોરીનો પ્લાન ઘડયો ’તો

ખોખડદળમાં આવેલ કારખાનામાં થયેલ ચોરીના બનાવમાં પકડાયેલ તસ્કર અનિલ બલિયાએ એક્સેસ ગાડી લોન પર લીધી હતી. ગાડીના બે હપ્તા બાઉન્સ થતાં લોન ભરપાઈ કરવા માટે એક જ ગામના અને એક જ પરિવરના છ શખ્સોએ મળી ચોરી કરવાનો પ્લાન કર્યો હતો અને ચોરી કરેલ માલ વેંચે તે પહેલાં જ પોલીસના હાથે પકડાય ગયાં હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj