પ્રસિધ્ધિ ભુખ્યા ભાજપે રાહુલ ગાંધીના બદલે સ્વ.રાજીવ ગાંધીના પુતળાનું દહન જાહેર કર્યુ!

Politics | Rajkot | 12 February, 2024 | 05:26 PM
સાંજ સમાચાર

તાજેતરમાં કોંગી સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશે કરેલા વિધાનોનો વિરોધ કરવા ભાજપે  તેમના પુતળા દહનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. રાજકારણમાં આવા વિરોધ ચાલતા રહે છે પરંતુ પ્રસિધ્ધિ મેળવવા માટેની ભુખમાં શાસક પક્ષ કયારેક દિમાગનું સંતુલન પણ ગુમાવી દેતો હોય તેવું લાગે છે. રાજકોટ મહાનગર ભારતીય  જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા કિસાનપરા ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું હતું.

પરંતુ જાણે કાર્યક્રમ કરતા કાર્યક્રમનો પ્રચાર અને અખબારી યાદી જરૂરી હોય તેમ ફુલ સ્પીડમાં તૈયાર કરેલી પ્રેસનોટમાં રાહુલ ગાંધીના બદલે  સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લખી નાંખ્યું હતું. ભાજપના મીડીયા સેલ જાણીતા છે અને પાર્ટીની શિબિરોમાં  તો તજજ્ઞો માર્ગદર્શન પણ આપે છે. પરંતુ હરખમાં ને હરખમાં સ્વ.વડાપ્રધાનનું નામ લખીને અખબારોને મોકલી દેતા પાર્ટીને સાંજ પડે ને પ્રેસનોટમાંથી ઓકસીજન મળી જાય તેમાં જ રસ હોય તેવું વધુ એક વખત લાગ્યું હતું.

અખબારી યાદીમાં એવું જણાવાયું હતું કે ‘બક્ષીપંચ મોરચા દ્વારા રાજીવ ગાંધીનું પુતળા દહન કિસાનપરા ચોક ખાતે કરવામાં આવ્યું. વડાપ્રધાન વિશે સાંસદ રાજીવ ગાંધીએ દેશના સન્માનીય વડાપ્રધાન વિશે બોલવામાં તેમની માનસિકતા છતી કરી છે. તેનો વિરોધ કરવા કિસાનપરા ચોક પાસે દેખાવો, સુત્રોચ્ચાર અને પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ તકે ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર પ્રદીપ ડવ, કિરણબેન માંકડીયા, બક્ષીપંચ મોરચાના લલીતભાઇ વાડોલીયા, બાબુભાઇ માટીયા, જે.પી.ધામેચા સહિતના તમામ શ્રેણીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા!’

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj